IND vs KUW Football Final SAFF Championship 2023 : ભારતે મંગળવારે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં કુવૈત સામે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવીને SAFF ચેમ્પિયનશિપ જીતી લીધી.   ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો 1-1 થી બરાબરી પર હતી. વધારાના સમયના 30 મિનિટમાં પણ કોઈપણ ટીમ બીજો ગોલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં લેવામાં આવ્યો હતો. 






ગુરપ્રીત સિંહે ભારતને આ જીત અપાવી


ગોલકીપર ગુરપ્રીત સિંહે ભારતને આ જીત અપાવી હતી. તેણે પેનલ્ટી શૂટ-આઉટમાં શાનદાર પ્રદર્શન કરીને કુવૈતના કેપ્ટન ખાલિદ અલ ઇબ્રાહિમના અંતિમ શોટને રોક્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોને પાંચ-પાંચ ગોલ કરવાની પાંચ તક મળે છે. જે ટીમ આમાં ચૂકી જાય છે તે મેચ હારી જાય છે. નિર્ધારિત પાંચ શોટ પછી  બંને ટીમો ચાર-ચાર પર ટાઈ થઈ હતી. ભારત માટે ઉદંતા સિંહ અને કુવૈત માટે મોહમ્મદ અબ્દુલ્લા લક્ષ્ય ચૂકી ગયા. ચાર-ચાર ડ્રો પછી  સડેન ડેથનો વારો આવ્યો. આમાં, જે ટીમ ગોલ કરવામાં ચૂકી જાય છે તે સીધી હારી જાય છે. તેને બીજી તક મળતી નથી. સડન ડેથમાં ભારત તરફથી નૌરેમ મહેશ સિંહે ગોલ કર્યો હતો. તે જ સમયે કુવૈતના કેપ્ટન ખાલિદના શોટને ભારતના ગોલકીપર ગુરપ્રીત સિંહે રોક્યો હતો. 






ભારતે ફાઇનલમાં કુવૈતને હરાવીને SAFF ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. તેણે નવમી વખત આ ખિતાબ જીત્યો છે. ભારત અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે.