કોહલીએ મેચ બાદ કહ્યું, ‘ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું. અમે વિચાર્યું હતું કે 348 રનનો ટાર્ગેટ સારે રહેશે. રોસ અનુભવી બેટ્સમેન છે પરંતુ ટોમની ઇનિંગ એવી હતી જેના કારણે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં આવી ગઈ. જીતનો હીરો ટેલર અને ટોમ હતા. મેદાનમાં ભારતની ફીલ્ડિંગ ખરાબ રહી જેમાં કુલદીપ યાદવે એક કેચ છોડ્યો અને બોલરોનું પ્રદર્શન પણ સારું રહ્યું ન હતું.
કોહલીએ કહ્યું,”અમે તકનો લાભ ઉઠાવી શક્યા નહી પરંતુ અમે યોગ્ય રીતે રમ્યા. અમારે કેટલીક વસ્તુઓમાં સુધાર કરવાની જરૂર છે. અમે નકારાત્મક વસ્તુઓ પર વધારે ધ્યાન રાખી શકીએ નહી. સામેવાળી ટીમ ખુબ જ સારી રીતે રમત રમી અને તેઓ જીતી ગયા. ભારત માટે શ્રેયસ અય્યરે પ્રથમ વન-ડે સદી ફટકારી. પર્દાર્પણ કરનાર મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉના પ્રદર્શનથી વિરાટ કોહલી સંતુષ્ટ નજર આવ્યો જેમને 50 રનની ભાગીદારી નોંધાવી, જોકે તેઓ મોટો સ્કોર બનાવી શક્યા નહી.
વિરાટ કોહલીએ કહ્યું કે, ‘મને લાગે છે કે, પદાર્પણ કરનાર ખેલાડીઓએ અમને સારી શરૂઆત અપાવી અને આશા છે કે આગળ પણ આવું રહેશે. શ્રય અય્યરે દબાણમાં પોતાની પ્રથમ વનડે સેન્ચુરી ફટકારી શાનદાર પ્રદર્શન કર્યું. લોકેશ રાહુલે ફરી સારું પ્રદર્શન કર્યું. અમારા માટે આ સકારાત્મક રહ્યું.’