નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં 5-0થી જીતનારી ભારતીય ટીમની વન ડેમાં ખરાબ શરૂઆત થઈ હતી. પ્રથમ વન ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે મેચ જીતવા 347 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને યજમાન ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હાર છતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વન ડેમાં ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.


કોહલીએ ગાંગુલીનો કયો રેકોર્ડ તોડ્યો ?

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વન ડેમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવવાના મામલે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ રાખ્યો હતો. કોહલીએ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન ડેમાં 63 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. 31 વર્ષીય કોહલીના કેપ્ટન તરીકે વન ડેમાં હવે 5123 રન થઈ ગયા અને તેણે ગાંગુલીને પાછળ રાખી દીધો છે. ગાંગુલીએ કેપ્ટન તરીકે 148 વન ડેમાં 5082 રન બનાવ્યા હતા. કોહલીની કેપ્ટન તરીકે આ 87મી મેચ હતી. કેપ્ટન તરીકે કોહલી 21 સદી અને 23 અડધી સદી ફટકારી ચુક્યો છે.

ધોની  છે નંબર વન

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટૉપ પર છે. ધોનીના ખાતમાં કેપ્ટન તરીકે 172 ઈનિંગ્સમાં 6641 રન છે. આ લિસ્ટમાં બીજા નંબર પર મોહમ્મદ અઝહરુદ્દીન છે. અઝહરુદ્દીને વન ડે કેપ્ટન તરીકે 5239 રન બનાવ્યા છે. વિરાટ કોહલીના વર્તમાન ફોર્મને જોતાં આ સીરિઝમાં જ તે અઝહરુદ્દીનને પછાડીને વન ડેમાં સૌથી વધારે રન બનાવનારો બીજો ભારતીય કેપ્ટન બની શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝનો બીજો મુકાબલો 8 ફેબ્રુઆરીએ રમાશે.
IND v NZ: પ્રથમ વન ડેમાં કોહલીએ આ રીતે આઉટ કર્યો હેનરી નિકોલસને, ICCને યાદ આવી જોન્ટી રોડ્સની

મહાભિયોગ કેસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો વિગતે

કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગને થશે કરોડોનું નુકસાન, આંકડો જાણીને રહી જશો દંગ