Ind vs NZ 2nd T20 : ભારતે ન્યૂઝીલેન્ડને બીજી ટી-20 મેચમાં 7 વિકેટથી હરાવી ટી-20 સીરીઝ પર કર્યો કબજો

IND vs NZ 2nd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઝારખંડના રાંચી ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઇ હતી. બીજી ટી20 મેચમાં ભારતની 7 વિકેટથી જીત થઈ છે.

gujarati.abplive.com Last Updated: 19 Nov 2021 10:57 PM
ભારતની 7 વિકેટથી જીત

જેમ્સ નીશમની આ ઓવરમાં ઋષભ પંતે પ્રથમ બે બોલમાં સતત બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને 7 વિકેટે વિજય અપાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતીય ટીમે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 55 અને કેએલ રાહુલે 65 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેંકટેશ ઐયર અને ઋષભ પંત 12-12 રને અણનમ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન ટિમ સાઉથીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલરને વિકેટ મળી ન હતી.

રોહિત શર્મા 55 રન બનાવી આઉટ

રોહિત શર્મા 55 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાને જીત માટે  25 બોલમાં 17 રનની જરુર છે. 

ટીમ ઈન્ડિયા જીતની એકદમ નજીક

ટિમ સાઉથીએ સારી બોલિંગ કરી અને બીજા બોલ પર કેએલ રાહુલને 65 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. વેંકટેશ અય્યર બેટિંગ કરવા આવ્યો છે. અય્યરની આ બીજી આંતરરાષ્ટ્રીય મેચ છે. ટીમ ઈન્ડિયા જીતની એકદમ નજીક પહોંચી ગઈ છે.

કેએલ રાહુલનું શાનદાર અડધી સદી

કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. હાલ  મજબૂત સ્થિતિમાં ટીમ ઈન્ડિયા છે. ભારતનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. રોહિત અને રાહુલ રમતમાં છે. 

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર થયો છે. રોહિત અને કેએલ રાહુલે શાનદાર શરુઆત અપાવી છે. ભારતનો સ્કોર 7 ઓવરમાં 52 રન થયો છે. 

ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત

Ind vs NZ 2nd T20 Live: ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત થઈ છે.  રોહિત-રાહુલ રમતમાં છે. કેએલ રાહુલ 23 રન બનાવી રમતમાં છે. ભારતે 4.2 ઓવરમાં 33 રન બનાવી લીધા છે. 

ન્યૂઝીલેન્ડે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો

ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી ફિલિપ્સે 34 રન અને ગપ્ટિલે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી  ડેબ્યૂ મેચમાં હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. 

15 ઓવર પછી સ્કોર 125/3

ભુવનેશ્વર કુમારની આ ઓવરમાં ત્રીજા બોલ પર ગ્લેન ફિલિપ્સે સિક્સર ફટકારી હતી. તેણે છેલ્લી ઓવરમાં પણ મોટો શોટ ફટકાર્યો હતો. જો કે આ પછી ભુવનેશ્વરે સારી વાપસી કરી હતી. આ ઓવરમાં 11 રન આવ્યા હતા. 15 ઓવર પછી સ્કોર 125/3

ન્યુઝીલેન્ડનો સ્કોર 100ને પાર

અક્ષર પટેલે  સારી બોલિંગ કરી અને બંને બેટ્સમેનોને  શાંત રાખ્યા. જોકે ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ન્યુઝીલેન્ડનો સ્કોર 100ને પાર થઈ ગયો છે. 14.2 ઓવર પછી સ્કોર 116/3

પાવર પ્લે પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 64/1

બોલિંગ માટે રવિચંદ્રન અશ્વિનને લાવવામાં આવ્યો  હતો.  તેણે સારુી ઓવર કરી હતી પરંતુ છેલ્લા બોલ પર માર્ક ચેપમેને શાનદાર બેટિંગ કરી અને બોલને ચાર રનમાં બાઉન્ડ્રી લાઇનની પાર મોકલી દીધો. ન્યુઝીલેન્ડની ટીમને શાનદાર શરૂઆત મળી છે. 6 ઓવર પછી સ્કોર 64/1

ગપ્ટિલ 31 રન બનાવી આઉટ

દિપક ચહરે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. માર્ટીન ગપ્ટિલ 31 રન બનાવી આઉટ થયો છે. 

અક્ષર પટેલની સારી બોલિંગ

પ્રથમ બે ઓવર મોંઘી હતી, જેના કારણે રોહિત શર્માએ બોલિંગ બદલી અને સ્પિનર ​​અક્ષર પટેલને મોકલ્યો હતો.  તેણે સારી બોલિંગ કરી અને માત્ર 5 રન આપ્યા. ન્યુઝીલેન્ડનો સ્કોર 3 ઓવર પછી 29/0

ડેરીલ મિશેલે આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા

દીપક ચહરની આ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ડેરીલ મિશેલે સતત બે ચોગ્ગા ફટકારીને સ્કોરને આગળ ધપાવ્યો હતો. ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 10 રન બનાવ્યા હતા. 2 ઓવર પછી સ્કોર 24/0

ન્યુઝીલેન્ડનો દાવ શરૂ, પ્રથમ ઓવરમાં 14 રન

ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલ અને ડેરિલ મિશેલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ભુવનેશ્વર કુમારની આ ઓવરના પ્રથમ બે બોલમાં સતત બે ચોગ્ગા ફટકારીને ઝડપી શરૂઆત કરી હતી. આ પછી ચોથા બોલ પર કેએલ રાહુલે ડેરીલ મિશેલનો કેચ છોડ્યો અને તેને જીવનદાન મળ્યું. ઓવરના છેલ્લા બોલે પણ ચોગ્ગો માર્યો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 ઓવર પછી 14/0

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ.

ભારતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી મેચમાં પણ રોહિતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું અને મેચ જીતી હતી.

ગુજરાતી બૉલર હર્ષલ પટેલનુ ડેબ્યૂ નક્કી

હર્ષલ પટેલની રમત જોઇને આજે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં રોહિત શર્મા તેના પર દાંવ લગાવી શકે છે, કેમ કે પ્રથમ ટી20માં ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજ ઇજાગ્રસ્ત થયો છે, તેની જગ્યાએ એક ફાસ્ટ બૉલરની જરૂર છે. હર્ષલને જો રમવાનો મોકો મળશે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનુ ડેબ્યૂ હશે. હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે, હર્ષલ મૂળ ગુજરાતના સાણંદનો રહેવાસી છે, અને રાષ્ટ્રીય ટીમમાં હરિયાણા તરફથી રમી રહ્યો છે. આઇપીએલમાં પણ આરસીબી તરફથી રમી રહ્યો છે.

હર્ષલે IPLમાં મચાવ્યો હતો તરખાટ

હર્ષલ પટેલ આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે અને તે ફાસ્ટ બૉલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. ગત સિઝન તેના માટે ખુબ સારી રહી, હર્ષલ પટેલ આરસીબી તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપીને આખી ટૂર્નામેન્ટમાં તરખાટ મચાવી દીધો હતો. IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીને ઉભર્યો હતો. 

મોહમ્મદ સિરાજને હાથમાં થઇ હતી ઇજા

પ્રથમ ટી20માં 20 ઓવરમાં બૉલિંગ દરમિયાન મોહમ્મદ સિરાજને મિશેલ સેન્ટનરના એક શૉટથી હાથ પર ઇજા થઇ હતી, અને બાદમાં પટ્ટી બાંધીને ઓવર પુરી કરી હતી.





બન્ને ટીમોની હાર-જીત પર એક નજર- 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20ની ટક્કર વિશે વાત કરીએ તો બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 19 મેચો જ રમાઇ છે. જેમાં ભારતે 9 મેચ અને ન્યૂઝીલેન્ડની ટીમે પણ 9 મેચો જ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 3 તથા કીવી ટીમે પણ 3 મેચ જીતી છે. વળી 1 મેચ અનિર્ણિત રહી છે. 

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દિપક ચાહર, હર્ષલ પટેલ

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ટિમ સેફર્ટ, રચિન રવીંદ્ર, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી (કેપ્ટન), ટોડ એસ્ટલ, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બોલ્ટ, ગ્લેન ફિલિપ્સ

બન્ને ટીમોની હાર-જીત પર એક નજર- 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20ની ટક્કર વિશે વાત કરીએ તો બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 19 મેચો જ રમાઇ છે. જેમાં ભારતે 9 મેચ અને ન્યૂઝીલેન્ડની ટીમે પણ 9 મેચો જ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 3 તથા કીવી ટીમે પણ 3 મેચ જીતી છે. વળી 1 મેચ અનિર્ણિત રહી છે. 

રાંચીના સ્ટેડિયમમાં ધોની પણ દેખાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આજેની બીજી ટી20 મેચ JSCA ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, રિપોર્ટ છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આજની મેચમાં ટીમ ઇન્ડિયાને ચીયરઅપ કરવા સ્ટેડિયમમાં હાજર રહશે, રાંચીનુ સ્ટેડિયમ ધોનીનુ હૉમ ગ્રાઉન્ડ છે, અને અવારનવાર ધોની સ્ટેડિયમની મુલાકાત લેતો રહે છે, અને અત્યારે ધોની પણ શહેરમાં જ છે.

કેટલા વાગે શરૂ થશે મેચ

બીજી ટી20 મેચ સાંજે 7 વાગે શરૂ થશે, રાંચીના સ્ટેડિયમમાં રોહિત શર્મા અને ટિમ સાઉથી બન્ને કેપ્ટનો 6.30 વાગે ટૉસ કરશે, બાદમાં મેચ શરૂ થશે. ખાસ વાત છે કે આજની મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની પુરેપુરી ઉપસ્થિતિ રહેશે. સહાઈએ કહ્યું, આશરે 39000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટો રૂ. 900 થી રૂ. 9000 ની વચ્ચે છે અને તેનું વેચાણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. "અમારી પાસે 80 ટિકિટ બાકી છે જે ઈમરજન્સી ક્વોટા માટે છે, તે વેચવામાં આવશે નહીં," 

ઝાંકળ પડવાની સંભાવના

બીજી T20 મેચ દરમિયાન ભારે ઝાંકળ પડવાની સંભાવના છે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 100 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી બાદ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ 2nd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઝારખંડના રાંચી ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઇ રહી છે, ત્રણ ટી20 મેચોની સીરીઝમાં રોહિતની ટીમ પ્રથમ મેચ જીતી ચૂકી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.