Ind vs SA: જીતવા માટે 2 રનની હતી જરૂર છતાં અમ્પાયરે શા માટે લીધો લંચ બ્રેક? જાણો વિગતે
જણાવી દઈએ કે આ મેચમાં જો લંચ બ્રેક બાદ વરસાદનું સંકટ આવ્યું હોત અને નિર્ધારિત સમય સુધી વરસાદ થંભ્યો ના હોત તો મેચને રદ જાહેર કરી દેવાઈ હોત. ભારત મજબૂત સ્થિતિમાં હતું તેમ છતાં અહીંયા ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરી શકાય તેમ નહોતો. કારણે કે નિયમ મુજબ બીજી ઈનિંગમાં 20 ઓવરની રમત થવી જરૂરી છે અને લંચ બ્રેક સમય સુધી રમત 19 ઓવરની થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમ્પાયરોએ નિયમનો આધાર આપતા કહ્યું કે મેચમાં લંચનો સમય થઈ ગયો છે. એવામાં રમતને નિર્ધારિત 40 મિનિટ બાદ જ રમાશે. કેપ્ટન વિરાટ કોહલી (44) અને શિખર ધવન(51) અમ્પાયરના આ નિર્ણયથી હેરાન હતા. કોહલીએ અમ્પાયરો સાથે વાત કરી કે તેઓ લંચનો થોડી વાર માટે ટાળી દે તો આ મેચ ખતમ થઈ જશે. પરંતુ અમ્પાયરોની જોડી (અલીમ ડાર અને એડરિયાન હોલ્ડસ્ટોક)એ કોહલીને જણાવ્યું કે, મેચ ખતમ થતા પહેલા લંચ બ્રેક લેવો જરૂરી છે અને આ નિયમ અંતર્ગત બાકીના 2 રન ભારતે લંચ બ્રેક બાદ પૂરા કરવા પડ્યા.
આ નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ઝડપી શરૂઆત કરી અને આ મેચને ખતમ કરવાનું લક્ષ્ય બનાવ્યું. ટીમ ઈન્ડિયા 6+ની એવરેજથી રન જોડી રહી હતી અને 19 ઓવરમાં 1 વિકેટ ખોલીને 117 રન બનાવી નાખ્યા. ભારત વિજયથી માત્ર 2 રન દૂર હતું, પરંતુ અમ્પાયરોએ રમતને અહીં રોકવાનો નિર્ણય લીધો.
બીજી વનડેમાં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ શાનદાર બોલિંગ કરીને સાઉથ આફ્રિકાની ઈનિંગને 32.2 ઓવરમાં જ માત્ર 118 રનમાં સમેટી દીધી હતી. આફ્રિકાની ઈનિંગ નિર્ધારિત સમય કરતા પહેલા ખતમ થઈ ગઈ, તો ઈનિંગ બ્રેક (50 ઓવર) વિના જ થોડી વારમાં ભારતની ઈનિંગ શરૂ થઈ ગઈ.
સેન્ચુરીયનઃ ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે રમાયેલ બીજા વનડે મેચમાં એક ખૂબ જ અટપટો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ અનેક લોકોએ સવાલ ઉભા કર્યા. બન્યું એુવં કે ભારતે પ્રથમ બોલિંગ કરતાં દક્ષિણ આફ્રીકના માત્ર 118 રનમાં ઓલ આઉટ કર્યું હતું. ટીમ ઇન્ડિયા આફ્રિકાને ઝડપથી ઓલ આઉટ કરતાં ભારતની ઇનિંગ અને આફ્રિકાની ઇનિંગ પૂરી થવાની વચ્ચે કોઈ બ્રેક લેવામાં આવ્યો ન હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -