IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી અને બાદમાં બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ વળતી લડત આપીને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી. હવે ત્રીજી ટેસ્ટ મેચ બન્ને ટીમો માટે મહત્વની બની રહેશે, બીજી ટેસ્ટમાં હાર બાદ રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના પ્રદર્શનથી નાખુશ દેખાયો હતો અને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્હોનિસબર્ગમાં હાર પર સવાલો ઉઠાવ્યા હતા. 

ઋષભ પંત માટે છેલ્લી તક જ્હોનિસબર્ગમાં હાર બાદ દ્રવિડે પંતને લઇને સવાલો કર્યા હતા. જોકે, દ્રવિડ હવે પંતને એક તક આપવા માટે મક્કમ છે. દ્રવિડના મતે જો પંત હવે નહીં ચાલે તો તેના માટે આ છેલ્લી તક બની રહેશે. દ્રવિડે પંતની પ્રસંશા પણ કરી છે, તેમને કહ્યું કે, પંત એક એવો ખેલાડી છે જે ઘડીકમાં મેચનુ પાસુ પલટી નાંખવામાં સક્ષમ છે. તેની લાંબી સિક્સરો હંમેશા વિરોધીઓ માટે માથાનો દુઃખાવો બને છે. પંતની બેટિંગને નજર અંદાજ કરી શકાય નહીં, તેને ટીમ માટે ઘણીવાર ઉપયોગી ઇનિંગ રમી છે. 

છેલ્લા કેટલાક સમયથી વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે કોઇ મોટી ઈનિંગ્સ રમી નથી. તેનો સતત ફ્લોપ ટીમ માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લી 13 ઇનિંગ્સમાં આ ખેલાડીએ માત્ર એક જ અડધી સદી ફટકારી છે. પરંતુ આ સમયે તે ભારતનો નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે. તે લાંબી સિક્સર મારવા માટે જાણીતો છે. છઠ્ઠા નંબર પર તેનું ઉતરાણ નિશ્ચિત છે. પંત થોડી જ ઓવરમાં મેચનો પલટો ફેરવી શકે છે.

ભારતીય ટીમઃ- ત્રીજી ટેસ્ટ માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવનવિરાટ કોહલી (કેપ્ટન)કેએલ રાહુલમયંક અગ્રવાલમોહમ્મદ શમીજસપ્રિત બુમરાહઉમેશ યાદવરવિચંદ્રન અશ્વિનઋષભ પંતચેતેશ્વર પુજારાઅજિંક્ય રહાણેશાર્દુલ ઠાકુર

 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી