રાજકોટઃ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ વકરતા ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.  મારવાડી યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મારવાડી યુનિવર્સિટીમાં 17 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું છે. મળતી જાણકારી અનુસાર રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. 50 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થયા હતા.


નોંધનીય છે કે એક દિવસ અગાઉ પણ 5 જેટલી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થયા હતા. હોસ્ટેલના ત્રણ જેટલા ફ્લોરને કવોરેન્ટાઈન એરિયામાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા. તે સિવાય વિદેશી વિદ્યાર્થીનીઓ પણ કોરોના સંક્રમિત થઇ હતી. અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓમાં કોરોના ફેલાઇ ચૂક્યો છે. તાજેતરમાં 31મી ડીસેમ્બરના રોજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ડીજે પાર્ટી યોજાઈ હતી.

તે સિવાય ગોંડલની સુપ્રસિદ્ધ સંગ્રામજી હાઇસ્કૂલમાં કોરોના વિસ્ફોટ થતાં હાઈસ્કૂલ 11 જાન્યુઆરી સુધી બંધ રાખવાની ફરજ પડી છે. ગોંડલની સગરામજી હાઈ સ્કૂલમાં એક પછી એક શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક જ દિવસમાં ચાર શિક્ષકોને કોરોના પોઝિટિવ કેસ આવતા પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે. અહીંયા બે દિવસ પહેલા જ એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ અન્ય શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાવતા ચાર જેટલા શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં વધતા કોરોના કેસના કારણે ગોંડલ નગરપાલિકાની સેનીટાઇઝ વિભાગની ટીમ પણ કામે લાગી છે. આજે સમગ્ર સંગ્રામજી હાઈસ્કૂલમાં સેનીટાઇઝ કરવામાં આવી. તો ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી. નગરપાલિકાના પ્રમુખે દાવો કર્યો કે, શહેરમાં જ્યાં કોરોનાના નવા કેસ આવી રહ્યા છે છે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે.


 


Gujarat New Corona Guidelines: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની તમામ સ્કૂલોના એકથી નવના ક્લાસ ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત ?  


ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?


Emraan Hashmi ની આ એક્ટ્રેસનો દરિયા કિનારે બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ બોલ્યા  'Hayeeeee Garmiiii'


સ્માર્ટફોન ખોવાઇ જાય તો ચિંતા નહીં, તમે આ ટ્રિક્સની મદદથી આસાનીથી શોધી શકશો મિનીટોમાં, જાણો ટ્રિક્સ...........