નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં એક પછી એક યુવા ખેલાડીઓની એન્ટ્રી થઇ રહી છે, અને જુના ખેલાડીઓના ઓપ્શન એક કરતાં વધુ વધી રહ્યાં છે. હવે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો મોટો ઓપ્શન મળી ગયો છે. રિપોર્ટ છે કે, યુવા ખેલાડી વેંકેટેશ અય્યર હાર્દિક પંડ્યાનો બેસ્ટ ઓપ્શન બની શકે છે. કેમ કે તે બેટિંગ બૉલિગ અને ફિલ્ડિંગ દરેક ક્ષેત્રમાં હાર્દિકને જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. તાજેતરમાં જ તેને ઘરેલુ ક્રિકેટમાં આ વાતને પુરવાર કરી બતાવી છે અને સિલેક્ટર્સનું ધ્યાન તેની તરફ ખેંચ્યુ છે. જ્યારે બીજી બાજુ જોઇએ હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ફોર્મ અને ફિટનેસ સામે ઝઝૂમી રહ્યો છે.


વિજય હજારે ટ્રૉફીમાં બતાવ્યુ જોર-
હાલમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીમાં વેંકેટેશ અય્યરનું શાનદાર ફોર્મ સામે આવ્યુ છે. તેણે શનિવારે ઉત્તરાખંડ (Madhya Pradesh vs Uttarakhand) સામે શાનદાર રમત બતાવતા અડધી સદી ફટકારી અને 2 વિકેટ પણ લીધી. ટૂર્નામેન્ટની છેલ્લી બે મેચોની વાત કરીએ તો અય્યરે એક સદી અને એક અડધી સદી સાથે કુલ 183 રન ફટકાર્યા છે. અય્યરે કેરળ સામે 84 બોલમાં 112 રન બનાવ્યા હતા. જેમા 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ મેચમાં અય્યરે મહારાષ્ટ્ર સામે 14 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી.


બૉલિંગમાં પણ રહ્યો સફળ-
વેંકેટેશ અય્યરે ફાસ્ટ બોલિંગમાં પણ કમાલ બતાવ્યો છે, તેને 5 વિકેટ પણ ઝડપી છે. વેંકટેશ અય્યરે ઉત્તરાખંડ સામે 10 ઓવરમાં 58 રન આપીને 2 વિકેટ લીધી હતી, અને કેરળ સામે અય્યરે બોલિંગ કરતી વખતે 9 ઓવરમાં 55 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ મેચમાં અય્યરે મહારાષ્ટ્ર સામે 14 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી.


ખાસ વાત છે કે, હાલમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ઈજાના કારણે ટીમની બહાર છે. આવી સ્થિતિમાં અય્યરને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ODI ટીમમાં સ્થાન મળી શકે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે કુલ 3 વનડે રમવાની છે.




 


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?