ટી-20: વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાની જીતના આ રહ્યા હીરો
રવિન્દ્ર જાડેજાઃ વર્લ્ડકપ બાદ જાડેજાએ પ્રથમ ટી 20માં પણ શાનદાર રમત દર્શાવી હતી. તેણે 4 ઓવરમાં 1 મેડન નાંખી માત્ર 13 આપી 1 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે બેટિંગમાં નોટ આઉટ રહીને 13 રન પણ બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુવનેશ્વર કુમારઃ વોશિંગ્ટન સુંદરે શાનદાર શરૂઆત અપાવ્યા બાદ ભુવનેશ્વર કુમારે ઇવન લુઇસને આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. લુઇસ ભારત માટે હંમેશા ખતરો જ બન્યો છે અને તે ટીમ ઈન્ડિયા સામે હંમેશા સારી બેટિંગ કરે છે. ભુવીએ 4 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
નવદીપ સૈનીઃ ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ શાનદાર પ્રદર્શન કરતાં 4 ઓવરના સ્પેલમાં 1 મેડન નાંખી 3 વિકેટ ઝડપી હતી. તણે ટી20 કરિયરની પ્રથમ ઓવરમાં જ વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ અને હેટમાયરને સળંગ બે બોલમાં આઉટ કરીને કેરેબિયન કેમ્પમાં સન્નાટો પાડી દીધો હતો.
રોહિત શર્માઃ 96 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત રહી હતી. રોહિત શર્માએ 25 બોલમાં 24 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં ચાર વિકેટે હરાવ્યુ હતું. આ સાથે ટીમ ઇન્ડ઼િયાએ 1-0ની લીડ મેળવી લીધી હતી. ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝ 20 ઓવરમાં ફક્ત 95 રન બનાવી શકી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરનાર નવદીપ સૈનીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 17.2 ઓવરમાં છ વિકેટ ગુમાવી 98 રન કરી મેચ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાની જીતના હીરો રોહિત શર્મા અને નવદીપ સૈની રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -