ફ્લોરિડાઃ વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ અમેરિકામાં ચાલી રહેલી ટી20 સીરીઝને રવિવારે ભારતે પોતાના નામે કરી દીધી. ભારતે સીરીઝની બીજી મેચમાં ડીએલએસ લાગુ થયા બાદ 22 રનથી જીત નોંધાવી. ભારતે રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર શરૂઆતના દમ પર 20 ઓવરમાં 167 રન કર્યા. 168 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 15.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર 98 રન કરી શકી. ત્યારબાદ વરસાદના કારણે મેચ શરૂ ન થઈ શકી.


ભારતીય ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

-19 ઓવરના અંતે ભારતનો સ્કોર 147/5

-18 ઓવરના અંતે ભારતનો સ્કોર 141/4, મનીષ પાંડે 5 અને કૃણાલ પંડ્યા 6 રને રમતમાં

- 16.2 ઓવર વિરાટ કોહલી 28 બનાવી આઉટ, સ્કોર 132/4

- 15.1 ઓવર રિષભ પંત 4 રનાવી આઉટ, ભારતને ત્રીજો ફટકો,  સ્કોર 126

- 13.5 ઓવર રોહિત શર્મા 67 રન બનાવી આઉટ, સ્કોર 115/2

- 11 ઓવરના અંતે ભારત 87/1, રોહિત 51 અને કોહલી 7 રને રમતમાં

- 10 ઓવરના અંતે ભારત 77/1, રોહિત 43 અને કોહલી 5 રને રમતમાં

-7.5 ઓવર શિખર ધવન 16 બોલમાં 23 રન બનાવી કિમો પોલની ઓવરમાં આઉટ થયો, સ્કોર 67/1

- 7 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 61 રન છે. રોહિત શર્મા 38 અને શિખર ધવને 18 રને રમતમાં છે.

- ટી20 ઈન્ટરનેશનલમાં રોહિત-ધવનની જોડીએ 10મી વખત 50 પ્લસની ભાગીદારી કરી. ન્યૂઝીલેન્ડના ગપ્ટિલ-વિલિયમસને 11 વખત 50 પ્લસની પાર્ટનરશિપ કરી છે અને તેઓ પ્રથમ નંબરે છે. જે પછી રોહિત-ધવનની જોડી છે.


પ્રથમ ટી20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો.

ગુજરાતી ક્રિકેટરનો ધડાકો, કહ્યું- મારા સહિત આશરે 100 ક્રિકેટરોને જમ્મુ-કાશ્મીર છોડવાનું કહેવામાં આવ્યું, જાણો વિગત

ઈઝરાયલના ફ્રેન્ડશીપ ડે ટ્વિટ પર પીએમ મોદીએ શું આપ્યો જવાબ, જાણો વિગત