ટોરોન્ટોઃ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુકેલા યુવરાજ સિંહે કેનેડામાં રમાઇ રહેલી ગ્લોબલ ટી20 લીગમાં આક્રમક બેટિંગ કરી હતી. 37 વર્ષીય યુવરાજે શનિવાર કેનેડાના બ્રેમ્પટન મેદાન પર ટોરન્ટો નેશનલ્સ તરફથી રમતાં માત્ર 22 બોલમાં 51 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.


બ્રેમ્પટન વૂલ્વ્સ સામે યુવરાજે 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 51 રન ફટકાર્યા હતા. આ મેચમાં યુવરાજે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ 1 વિકેટ ઝડપી અને 2 કેચ પણ પકડ્યા હતા.


બ્રેમ્પટન વૂલ્વ્સે પ્રથણ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 222 રન બનાવ્યા હતા. કેપ્ટન યુવરાજની ઈનિંગ છતાં ટોરન્ટો નેશનલ્સની ટીમ આ મુકાબલો 11 રનથી હારી ગઈ હતી. યુવરાજની ટીમ 7 વિકેટના નુકસાન પર 211 રન બનાવી શકી હતી.

આ પહેલા પણ યુવરાજે વિનિપેગ હોક્સ સામે 29 જુલાઈના રોજ 26 બોલમાં 45 રનની ઈનિંગ રમી હોવા છતાં ટીમ જીતી શકી નહોતી.

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી

ટીમ ઈન્ડિયાનો આ નવો સ્ટાર ખેલાડી છે ટેટુનો શોખીન, હાથ પર બનાવેલા વરુના ટેટુને લઈ કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં હજુ કેટલા દિવસ છે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ