નવી દિલ્હી: આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઑલરાઉન્ડર આંદ્રે રસેલ પ્રથમ બે મેચો માટે બહાર થઈ ગયો છે. રસેલની જગ્યાએ જેસન મોહમ્મદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મોહમ્મદ વેસ્ટ ઈન્ડિઝ માટે નવ ટી 20 મેચ રમી ચુક્યો છે અને વનડે અને ટી20માં ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. પ્રથમ ટી-20 આજે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગેથી શરૂ થશે.

સીરીઝની પ્રથમ બે મેચ અમેરિકામાં રમાવાની છે. વેસ્ટ ઈન્ડિઝના અંતરિમ પસંદગી કરતાએ 14 સદસ્યની ટીમની જાહેરાત કરી હતી અને તેમાં રસેલને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે ટીમમાં સ્થાન આપ્યું હતું. રસેલે કેનેડામાં રમાઈ રહેલી જીટી-20 લીગમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઈજામાંથી તે બહાર આવ્યો નથી. જેના બાદ તેણે સિલેક્શન કમિટીને જાણ કરી હતી.

ટીમના કોચે કહ્યું કે, “ટી-20 જેવા ફોર્મેટમાં રસેલની જગ્યા ભરવી સરળ નથી. તે આ ફોર્મેટમાં અલગ દબદબો રાખે છે. તેમે બે વખત વેસ્ટ ઈન્ડિઝને ટી-20 વર્લ્ડકપ અપાવવામાં મદદ કરી છે. અમને વિશ્વાસ છે કે જેસન સારુ પ્રદર્શન કરી શકે છે અમે તેમનું સમર્થન કરીએ છે.”