IND Vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 26 રને હરાવ્યું, હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલ્ટર નાઇલે તરખાટ મચાવતા ભારતના ટોપના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કુલ્ટર નાઇલે પહેલા અજિંક્ય રહાણેને 5 રને મેથ્યૂ વેડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીને 0 રને મેક્સવેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ તેને મનિષ પાંડેને પણ 0 રને વેડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોહિત શર્મા 28 રને સ્ટોઇનિસની ઓવરમાં કુલ્ટર નાઇલને કેચ આપી બેઠો હતો. કેદાર જાધવ 40 રને સ્ટોઇનિસની ઓવરમાં કાર્ટ રાઇટને કેચ આપી બેઠો હતો. હાર્દિક પંડ્યા 83 રને એડમ ઝમ્પાની ઓવરમાં ફોકનરને કેચ આપી બેઠો હતો.
હાર્દિક પંડ્યાએ 66 બોલમાં 5 સિક્સર અને 5 ફોરની મદદથી 83 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 48 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. પંડ્યા એડમ ઝમ્પાની એક જ ઓવરમાં ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. હાર્દિકે વન ડે કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમ જ્યારે સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેને ધોની સાથે મળીને મહત્વની 118 રનની ભાગીદારી નોધાવી હતી.
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 83, ધોનીએ 79 અને કેદાર જાધવે 40 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધુ 3 જ્યારે સ્ટોઇનિસે 2 વિકેટ ઝડપી હતી.
ચેન્નઈઃ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની હાફ સેન્ચુરી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનને જોરે વરસાદ પડતા પહેલા ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ પ્રમાણે 26 રનથી હરાવ્યું છે. તેની સાથે જ ભારત સીરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 137 રન બનાવ્યા હતા. જસપ્રીમ બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ક્રમશઃ 20 અને 25 રન આપીને એક એક વિકેટ ઝડપી હતી. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 281 રન બનાવ્યા હતા. હવે બીજી વન ડે મેચ 21 સપ્ટેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -