અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપઃ ભારતે કઈ કટ્ટર હરીફ ટીમને કારમી હાર આપી વિજયી અભિયાન કર્યું શર્યું?
ઓસ્ટ્રેલિયાની ટીમ આ મોટા સ્કોરનો પીછો કરવા જતાં શરૂઆતથી જ દબાણમાં રહ્યું હતું ને 228 રન સુધી જ પહોંચી શક્યું હતું. ભારત વતી શિવમ નાવીએ 45 રનમાં 3 અને કમલેશ નાગરકોટીએ 29 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા વતી જેક એડવર્ડ્સે સૌથી વધારે 73 રન ફટકાર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત કમલેશ નાગરકોટીએ 1 સિક્સર સાથે 7 બોલમાં 11 રન, શિવા સિંહે 5 બોલમાં 2 ચોગ્ગા સાથે 10 રન, આર્યન જુયાલે 4 બોલમાં 2 ચોગ્ગા સાથે 8 રન ઠોક્યા હતા. પૃથ્વી શો અને મનજોત કાલરાએ આપેલી સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં ભારત સફળ રહ્યું હતું.
ભારતના પૂંછડિયાઓએ પણ તોફાની બેટિંગ કરીને ભારતને 328 રનના સ્કોર પર પહોંચાડ્યું હતું. ભારતે છેલ્લી 6 ઓવરમાં 79 રન ઝૂડ્યા હતા. યુવા ભારતીય ખેલાડીઓએ 44 ઓવર પછી તોફાની બેટિંગ કરી હતી. આ પૈકી અભિષેક શર્માએ 8 બોલમાં 2 ચોગ્ગા, 2 સિક્સર સાથે 23 રન ઝૂડી કાઢ્યા હતા.
ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 328 રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી પૃથ્વી શોના 94 રન ઉપરાંત મનજોત કાલરાના 86 રન અને શુભમન ગિલની 63 રનની ઈનિંગ્સ મુખ્ય હતી. ગિલે 54 બોલમાં 6 ચોગ્ગા ને 1 સિક્સર સાથે 63 રન ફટકાર્યા હતા.
અમદાવાદઃ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંડર 19 વર્લ્ડ કપમાં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે અને કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયાને ધૂળચાટતું કરીને 100 રને હાર આપી છે. ભારત વતી 100 બોલમાં 94 રન ફટકારનારા કેપ્ટન પૃથ્વી શોને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -