ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં બનાવ્યો 100 વર્ષનો સૌથી શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, છેલ્લા 100 વર્ષોમાં હજુ પણ સૌથી ઓછી ઓવરો રમીને આઉટ થવાનો રેકોર્ડ વર્ષ 2000માં ઝિમ્બાબ્વેએ નામે નોંધાયો છે. તેને વર્ષ 2000માં 83 રનોની ઇનિંગ રમતાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
નવી દિલ્હીઃ વરસાદની આવનજાવન વચ્ચે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી લોર્ડ્સની બીજી ટેસ્ટનો બીજો દિવસ ભારત માટે ખરાબ રહ્યો, ખાસ કરીને જેમ્સ એન્ડરસનને મળી રહેલી પીચની મદદથી ભારતે ઇંગ્લિશ ટીમ સામે ઘૂંટણ ટેકી દીધા, આ સાથે ભારત ટેસ્ટમાં 100 વર્ષનો ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતીય ટીમે લૉર્ડ્સ ક્રિકેટ મેદાનના 100 વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર બીજી સૌથી નાની ઇનિંગ રમનારી ટીમ બની ગઇ, એટલે કે 100 વર્ષોમાં એક ઘટનાને છોડીને બીજી કોઇ ટીમ ભારત કરતાં ઓછી ઓવરો રમીને પહેલી ઇનિંગમાં આઉટ નથી થઇ.
એન્ડરસનનો કેર ભારતીય બેટ્સમેનો પર કેર વર્તાવતા 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે ભારતીય ટીમ માત્ર 107 રન તંબુ ભેગી થઇ ગઇ હતી. આ ટેસ્ટમાં એક એવો અનિચ્છનીય રેકોર્ડ પણ ભારતીય ટીમે પોતાના નામે કરી લીધો.
ઝિમ્બાબ્વે બાદ હવે સૌથી ઓછી ઓવર રમીને આઉટ થવાના લિસ્ટમાં ભારત બીજા નંબર પર પહોંચી ગયુ છે. જ્યારે ઓવરઓલ જોઇએ તો આ લોર્ડ્સના મેદાન પરનો ચૌથો સૌથી નાનો સ્કૉર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -