નવી દિલ્હીઃ રવિવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાંચમી અને અંતિમ ટી20 મેચમાં કેપ્ટન રહેલ રોહિત શર્મા બેટિંગ કરતા સમયે ઈજા થવાને કારણે ફીલ્ડિંગ માટે આવ્યા ન હતા પરંતુ ટીમના તેના સાથી લોકેશ રાહુલે કહ્યું કે, થોડા દિવસમાં તેની આજા ઠીક થઈ જશે. રોહિતના ગેરહાજરીમાં રાહુલે જ ટીમની આગેવાની કરી હતી. નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને સીરીઝની અંતિમ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.

બીસીસીઆઈના સત્તાવાર અપડેટ અનુસાર, હાલમાં રોહિત શર્માનું આકલન કરવામાં આવી રહ્યું છે. મેચ બાદ ટ્રોફી વિતરણ સમારોહ દરમિયાન રાહુલે કહ્યું, ‘રોહિત ઠિક છે, દુર્ભાગ્યૂપર્ણ ઈજા, આશા છે કે તે થોડા દિવસમાં ઠીક થઈ  જશે.’


ત્રીજા ક્રમ પર બેટિંગ કરી રહેલ રોહિતે છગ્ગો ફટકારવા જતા ઇજા થઈ થતા મેદાન છોડવું પડ્યું હતું. તેણે 41 બોલરમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ બુધવારે રમાશે.