નવી દિલ્હીઃ હવે ટીમ ઈન્ડિયા ઓગષ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે.  જ્યાં ત્રણ વન ડે, ત્રણ ટી20 અને ટેસ્ટ શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. વિરાટ કોહલી હવે ભારતીય ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ જશે. આ પહેલા બીસીસીઆઈએ કોહલી અને બુમરાહને વન ડે અને ટી20માં આરામ આપવાની જાહેરાત કરી હતી.


પરંતુ હવે વિરાટ સમગ્ર પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. એવું માનવામાં આવતું હતું કે વન ડે અને ટી20માં રોહિત કેપ્ટનશિપ કરશે.  કોહલીએ  વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ન જવાના ફેંસલાથી યુ ટર્ન લીધો છે.

કોહલી વર્લ્ડકપ 2019માં એક પણ સદી ફટકારી શક્યો નહોતો. જોકે તેમ છતાં તેણે 9 મેચમાં 55.38ની સરેરાશથી 443 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 94.06 રહ્ય હતો. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સતત રમી રહ્યો છે.

કુલભૂષણનો કેસ લડવાના હરીશ સાલ્વેએ લીધા કેટલા રૂપિયા ? આંકડો જાણીને ચોંકી જશો, અંબાણી માટે લડી ચૂક્યા છે કેસ