નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રવાસ માટે મુંબઇમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. જેમાં વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો ટી20, વન ડે કે ટેસ્ટ એમ એણ સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

વર્લ્ડકપમાં દિનેશ કાર્તિકને તક આપવામાં આવી હતી પરંતુ તે મોકાનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. જેના કારણે વિન્ડિઝ સીરિઝમાંથી તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.


ભારતીય સમય પ્રમાણે T20 રાત્રે 8 કલાકથી શરૂ થશે. જ્યારે વન ડે સાંજે 7 કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.


 ભારતનો વિન્ડિઝ પ્રવાસ

તારીખ                 મેચ                    સ્થળ                   સમય

3 ઓગષ્ટ             પ્રથમ T20               લાઉડરહિલ            રાત્રે 8થી

4 ઓગષ્ટ              બીજી T20           લાઉડરહિલ            રાત્રે 8થી

6 ઓગષ્ટ              ત્રીજી T20                    ગયાના                રાત્રે 8થી

8 ઓગષ્ટ              પ્રથમ વન ડે           ગયાના                સાંજે 7થી

11 ઓગષ્ટ             બીજી વન ડે           ટ્રીનીદાદ               સાંજે 7થી

14 ઓગષ્ટ            ત્રીજી વન ડે           ટ્રીનીદાદ               સાંજે 7થી

22-26 ઓગષ્ટ        પ્રથમ ટેસ્ટ             એન્ટીગા               સાંજે 7થી

30 ઓગષ્ટથી 3 સપ્ટે. બીજી ટેસ્ટ             જમૈકા                  રાત્રે 8થી