કોહલીએ કહ્યું, મેં પણ ઘણું સાંભળ્યું છે. સાંભળવાનું તો બહારથી મળે છે. જો ટીમમાં બધું ઠીકઠાક ન હોત તો અમે આ મુકામ સુધી ન પહોંચત. વર્લ્ડક્રિકેટમાં ટોપ પર પહોંચવા માટે પરસ્પર સમજણ સૌથી જરૂરી છે. તેના વગર કંઈ ન થઈ શકે. જ્યારે અમે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે આપણે નંબર-7 હતા. બાદમાં નંબર-1 થયા અને હાલ નંબર-2 પર છીએ. જો અમારા બંને તણાવ હોત તો આવું ન થઈ શકત. જે પ્રકારના અહેવાલ આવી રહ્યા છે તેવું કંઈ નથી. આ બધુ બકવાસ છે અને મીડિયાએ ઉપજાવેલી સ્ટોરી છે.
કેપ્ટનશિપ પર અસુરક્ષાને લઈ પૂછવામાં આવેલા સવાલ પર વિરાટે કહ્યું, જો હું અસુરક્ષિત મહેસૂસ કરતો હોત તો મારા ચેહરા પર જોવા મળતા. રોહિત ઘણુ ડિઝર્વ કરે છે અને તેને મળવું જોઈએ. અમારી વચ્ચે આવું કંઈ નથી. ટીમમાં સારો માહોલ છે.
તાજેતરમાં જ અહેવાલ આવ્યા હતા રોહિત શર્માએ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી. જે બાદ અનુષ્કાએ તેના પર નિશાન સાધ્યું હતું. આ પછી ટીમમાં રોહિત-કોહલી વચ્ચે ઠીક ન હોવાના અહેવાલને વેગ મળ્યો હતો.
વોડાફોન આઈડિયાનો શેર પછડાયો ઉંધા માથે, જાણો ભાવમાં કેટલા ટકાનો કડાકો બોલ્યો
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરની જગ્યા લઈ શકે છે આ પૂર્વ ક્રિકેટર, જાણો વિગત
વરસાદથી રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ ? કયા જિલ્લામાં છે સૌથી વધારે અસર, જાણો વિગત