એશિયા કપઃ સીનિયર ટીમ બાદ અંડર-19 ટીમ પણ બની વિજેતા, શ્રીલંકાને 144 રનથી આપી હાર
ઢાકાઃ ભારતની સીનિયર ક્રિકેટ ટીમ બાદ હવે અંડર-19ની ટીમ પણ એશિયા કપમાં વિજેતા બની છ. ઢાકામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને 144 રનથી હાર આપીને છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસો પહેલા સીનિયર ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 3 વિકેટથી હાર આપીને સાતમી વખત એશિયા કપ પર કબજો કર્યો હતો.
જીત માટે 304 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 38.4 ઓવરમાં 160 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હર્ષ ત્યાગીએ 38 રનમાં 6 વિકેટ ઝડપ હતી. આ ઉપરાંત સિદ્ધાર્થ દેસાઈને 2 અને મોહિતે 1 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ઓપનિંગ બેટ્સમેન નિશાન મદુસ્કાએ 49 રન બનાવ્યા હતા. જ્યારે સાત બેટ્સમેનો ડબલ ફીગરમાં પણ પહોંચી શક્યા નહોતા.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 304 રન બનાવ્યા હતા. યશસ્વી જાયસ્વાલે સર્વાધિક 85 રન બનાવ્યા હતા. તેણે અનુજ રાવત (57 રન) સાથે 121 રનની ભાગીદારી કરી હતી. સિમરન સિંહે 37 બોલમાં 65 અને આયુષ બદોનીએ 28 બોલમાં 52 રન ફટકાર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -