આજે દિલ્હીમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજો વન-ડે, વર્લ્ડ રેન્કીંગ સુધારવા ભારતે તમામ મેચો જીતવા પડશે
બીજી બાજુ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચી ગયા બાદ હારી ગયેલી ભારતીય ટીમે આ ગાળામાં ૩૮ મેચો પૈકી ૨૪માં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડની ટીમ પણ આ મેચ જીતીને વાપસી કરવાના પ્રયાસ કરશે. મેચ ડે નાઇટ હોવાથી બપોરથી પ્રસારણ કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવન ડે ક્રિકેટમાં ન્યુઝીલેન્ડના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવે તો ભારત માટે પડકારને પહોંચી વળવાની બાબત સરળ નથી. ગયા વર્ષે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચનાર ન્યુઝીલેન્ડની ટીમે ૧૩મી ઓક્ટોબર ૨૦૧૪થી ૧૩મી ઓક્ટોબર ૨૦૧૬ વચ્ચેના ગાળામાં એટલે કે છેલ્લા બે વર્ષમાં રમેલી ૪૮ વનડે મેચોમાંથી ૨૯મી જીત મેળવી છે.
આવી સ્થિતીમાં ભારતને ન્યુઝીલેન્ડને રેન્કિંગમાં પાછળ છોડી દેવા આ શ્રેણી કમ સે કમ ૪-૧થી જીતવી પડશે. હાલમાં રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને અને ભારત ચોથા સ્થાને છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે ૫-૦થી હારી ગયુ હોવા છતાં તે પ્રથમ નંબરની ટીમ છે. તેના ૧૧૮ પોઇન્ટ છે. જ્યારે આફ્રિકાના ૧૧૬ પોઇન્ટ છે.
ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીના નેતૃત્વમા ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી દીધા બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. ભારતને માત્ર જીત હાંસલ કરવી નથી બલ્કે ઇન્ટરનેશનલ ક્રિકેટ રેન્કિંગમાં પણ સુધારો કરવાની જરૃર છે. ભારતીય ટીમ હાલમાં રેન્કિંગમાં ચોથા સ્થાને છે.
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પાંચ મેચોની પ્રથમ વિડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર ૧૦૧ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે એક તરફી મેચમાં છ વિકેટે જીત મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવર પણ રમવામાં સફળતા મેળવી ન હતી. ન્યુઝીલેન્ડની ટીમ ૪૩.૫ ઓવરમાં ૧૯૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
દિલ્હી: કરોડો ક્રિકેટ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -