પ્રથમ ટેસ્ટ મેચમાં આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના માતા-પિતા રડવા લાગ્યા’તા, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ એડિલેટ ટેસ્ટની સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્કસ હેરિસ પોતાનો ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો હતો. ડાબોડી હેરિસ પ્રથમ ઓવરમાં એરન ફિંચ આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યા. આ દરમિયાન તેના માતા પિતા પણ મેદાન પર હાજર હતા જ્યારે તેણે પ્રથમ રન બનાવ્યો તો તેઓ રડવા લાગ્યા હતા. હેરિસે હાલમાં જ શેફીલ્ડ શીલ્ડમાં શાનદાર બેટિંગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને તેને ટેસ્ટમાં તક આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ મેચ હોય ત્યારે ડેબ્યૂ બેટ્સમેન ઉપર ઘણું દબાણ હોય છે. હેરિસે દબાણની સ્થિતિમાં 26 રન બનાવીને અશ્વિનની ઓવરટમાં આઉટ થયો હતો.
ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 191 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન ટ્રેવિસ હેડે બનાવ્યા હતા. તે 149 બોલમાં 6 ફોર સાથે 61 રન બનાવી રમતમાં છે. સ્ટાર્ક 8 રને રમતમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -