બેંગલુરુઃ બીજી ટી20માં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીના 38 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગા વડે અણનમ 72, લોકેશ રાહુલના 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 47 તથા ધોનીના 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા વડે 40 રન મુખ્ય હતા. ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલના 55 બોલમાં નવ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી જીત અપાવી હતી.



ધોનીએ તેની આ ઈનિંગ દરમિયાન રોહિત શર્માને રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ ભારત તરફથી 526 મેચમાં 352 છગ્ગા ફટકાર્યા છે.  ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 350 કે તેથી વધારે સિક્સ ફટકારનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. ઉપરાંત તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનારા ખેલાડીમાં ચોથા સ્થાન પર આવી ગયો છે.



રોહિત શર્મા 322 મેચમાં 349 છગ્ગા મારીને બીજા સ્થાન પર છે.

વાંચોઃ WIvENG: ક્રિસ ગેલે એક જ ઈનિંગમાં બનાવ્યા અનેક રેકોર્ડ, જાણો વિગત

ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને રાખી સુરતના લોકોને પોલીસે શું કરી અપીલ? જુઓ વીડિયો


વાંચોઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેને કહ્યું, મારું પ્રદર્શન સારું, વન ડે અને T20માં વધુ તક મળવી જોઈએ