ઓસ્ટ્રેલિયામાં સેન્ચુરી ફટકારના પ્રથમ એશિયન વિકેટકીપર બન્યો રિષભ પંત, જાણો કેટલા રન ફટકાર્યા
પંતે ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરતાં 137 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. પંત પહેલા કોઈપણ ભારતીય વિકેટકીપરનો ઓસ્ટ્રેલિયામાં હાઈએસ્ટ સ્કોર 89 રનનો હતો જે ફારુખ એન્જિનીયરે વર્ષ 1967માં બનાવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા ક્રમે કિરણ મોરે આવે છે જેણે 1991માં મેલબર્નમાં 67 રન બનાવ્યા હાત. પોતાની બેટિંગથી વિશ્વભરમાં ધમાલ મચાવનાર મહેન્દ્ર સિંહ ધોની (57 રન) આ યાદીમાં પાર્થિવ પટિલ (62 રન) બાદ પાંચમાં ક્રમ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે પંતે સેન્ચુરી ફટકારી હતી. તેની સાથે જ તે ઓસ્ટ્રેલિયામાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય અને એશિયાના વિકેટકિપર બેટ્સમેન બની ગયા છે. તેણે ચોગ્ગાની સાતે ધમાકેદાર અંદાજમાં સેન્ચુરી પૂરી કરી હતી. જોકે કુમાર સંગકારાએ ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે પરંતુ ત્યારે તે ટીમમાં વિકેટકિપર તરીક સામેલ ન હતા.
સિડનીઃ મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી કહેવાતા ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં બેટિંગ દ્વારા પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. તેણે સીરીઝમાં વિકેટકીપિંગમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા પરંતુ બેટિંગમાં કોઈ મોટું કારનામું કરી શક્યો ન હતો. ત્યારે સિડની ટેસ્ટમાં તેણે પ્રથમ ઇનિંગમાં સેન્ચુરી ફટકારીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -