નવી દિલ્હી: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20માં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટ હરાવ્યું છે. ભારતે આપેલા 149 રનના પડકારનો પીછો કરતાં બાંગ્લાદેશે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બાંગ્લાદેશ માટે વિકેટકીપર મુશફિકર રહીમે સૌથી વધુ નોટઆઉટ 60 રન બનાવ્યા હતા. સૌમ્ય સરકારે 39 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 60 રનની પાર્ટનરશીપ કરી હતી.


ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં બાંગ્લાદેશને 149 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. આ સિવાય પંતે 27 અને શ્રેયાંસ ઐયરે 22 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે અમિનુલ ઇસ્લામ અને એસ ઇસ્લામે 2-2 વિકેટ ઝડપી હતી.


આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.  ઓલરાઉન્ડર શિવમ દુબે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.  શિવમે હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.


રાજધાની દિલ્હી સહિત NCR ના કેટલાક વિસ્તારોમાં રવિવાર સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં અહીં હવાના પ્રદૂષણમાંથી લોકોને કોઈ જ રાહત મળી નથી. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 1200 સ્તરને પાર પહોંચી ગયો છે. જેન બહુ ગંભીર માનવામાં આવે છે.

ભારત:રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિવમ દૂબે, કૃણાલ પંડ્યા, વાશિંગટન સુંદર, દીપક ચહર, ખલીલ અહમદ, ચહલ

બાંગ્લાદેશ:સૌમ્યા સરકાર, લિટન દાસ, મોહમ્મદ મિથુન, મુશફિકુર રહિમ, મહમૂદૂલ્લાહ, મોસાદેર હુસૈન, અફિક હુસૈન, અરાફાત સની, મુસ્તાફિજુર રહમાન, અલ-અમીન હુસૈન, તઈજુલ ઈસ્લામ.