નવી દિલ્હીઃ મંગળવારે રમાયેલ મેચમાં ભારેત બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન નક્કી કરી લીધું છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત બીજી ટીમ છે જે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ રોહિત શર્માએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. આ વર્લ્ડકપમાં તેની ચોથી અને સતત બીજી સેન્ચુરી છે. રોહિતની આ ઇનિંગને લઈને કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તે હાલમાં વિશ્વનો બેસ્ટ વનડે પ્લેયર છે.



કેપ્ટન કોહલીએ કહ્યું કે બાંગ્લાદેશે ખરેખર સારી રીતે ક્રિકેટ રમ્યું અને તેમણે ટક્કર જોરદાર આપી. છેલ્લી વિકેટ સુધી બાંગ્લાદેશે પ્રયત્ન કર્યો. અમારે જીત માટે મુશ્કેલી કરવી પડી છે પરંતુ ખુશી છે કે અમે સેમીફાઇનલમાં પહોંચી ગયા છીએ.

કોહીલએ કહ્યું કે પાંચ બોલર્સને લઇ રમવાનું રિસ્ક હતું પરંતુ નાની બાઉન્ડ્રીને જોતા આ નિર્ણય લેવાયો. તમામ મેચમાં આવું કરી શકાય નહીં. મેં જાહેરમાં કહ્યું છું કે રોહિત સૌથી સારો વનડે પ્લેયર છે. બુમરાહ સારો બોલર છે. ટીમે જે પ્રદર્શન કર્યું તેનાથી હું ખૂબ જ ખુશ છું.



બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મુર્તજા એ કહ્યું કે અમે મેચ જીતી શકયા નહીં પરંતુ ટીમના ખેલાડીઓ સારી ગેમ રમ્યા. ખાસ કરીને મુસ્તફિજુરે સારું પ્રદર્શન કર્યું. ટુર્નામેન્ટ સારી હતી અને શાકિબ પણ સારું રમ્યોય તમીમ રોહિત શર્માની જેમ રમી શકતો હતો પરંતુ ક્રિકેટમાં આવુ થાય છે.