નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની વન ડે શ્રેણીની અંતિમ મેચ રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ન્યૂઝીલેન્ડ સીરિઝમાં 2-0ની લીડ લઈ ચૂક્યુ છે અને હવે તેમની નજર ભારતનો વન ડે શ્રેણીમાં વ્હાઇટ વોશ પર છે. ત્રીજી વન ડેમાં ભારત પ્રતિષ્ઠા બચાવવાની કોશિશ કરશે.

કેટલા વાગે થશે ટૉસ ?

ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકીની અંતિમ  વન ડે 11 ફેબ્રુઆરીના રોજ માઉંટ મૉનગનુઈના બે ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 7.00 કલાકે ટૉસ થશે અને 7.30 કલાકથી મેચની શરૂઆત થશે.

કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુમાં રમાનારી ત્રીજી વન ડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે.  મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.

આવી હોઈ શકે છે ત્રીજી વન ડેમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ


કોરોના વાયરસઃ ક્રૂઝ પર ફસાયેલા ભારતીયોએ PM મોદીને મોકલ્યો વીડિયો મેસેજ, કહ્યું- અમને બચાવી લો

3 વર્ષના ક્રિકેટરને મળવા પહોંચ્યો સ્ટીવ વૉ, વિરાટ કોહલી પણ બેટિંગ જોઈને રહી ગયો હતો દંગ

ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ