ઑકલેન્ડઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણી પૈકીની આજે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે. ટીમ ઈન્ડિયા શરૂઆતની 4 ટી-20 મેચ જીતીને શ્રેણીમાં 4-0ની લીડ લઈ ચુક્યું છે અને હવે નજર ન્યૂઝીલેન્ડનો તેના જ ઘરઆંગણે વ્હાઇટ વોશ કરવા પર છે.


કેટલા વાગે શરૂ થશે મેચ

માઉંટ માઉંગાનુઈમાં મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 કલાકથી શરૂ થશે. બપોરે 12.00 કલાકે ટૉસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ પરથી જોઈ શકાશે. હોટસ્ટાર પરથી લાઇવ સ્ટ્રમિંગ નીહાળી શકાશે.

પંત અને યાદવને મળી શકે છે તક

ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે. લોકેશ રાહુલના સ્થાને રિષભ પંતનો સમાવેશ થઈ શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવા તેના સ્થાને ગત મેચમાં આરામ આપવામાં આવેલા સિનિયર બોલર શમીનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત કુલદીપ યાદવને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.

પાંચમી ટી-20 માટે સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, સંજુ સેમસન, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની

5 મેચની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દેખાવ

પ્રથમ ટી-20: 24 જાન્યુઆરી, ભારતનો 6 વિકેટથી વિજય

બીજી ટી-20: 26 જાન્યુઆરી, ભારતનો 7 વિકેટથી વિજય

ત્રીજી ટી-20: 29 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય

ચોથી ટી-20: 31 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય

પાંચમી ટી-20: 2 ફેબ્રુઆરીના રોજ રમાશે