હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાએ મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉની નવી ઓપનિંગ જોડી અજમાવી હતી. જેની સાથે તેઓ ભારતના બંને ઓપનરોએ ડેબ્યૂ કર્યું હોય તેવી ચોથી જોડી બની હતી. શૉ અને અગ્રવાલે ભારતને સારી શરૂઆત અપાવી હતી.


અગ્રવાલ અને શૉએ પ્રથમ વિકેટ માટે 50 રનની પાર્ટનરશિપ કરી હતી.  જે ભારત તરફથી ડેબ્યૂ કરનારા ઓપનર્સની જોડીમાં સૌથી વધારે હતી.  13 જુલાઈ, 1974ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સુનીલ ગાવસ્કર અને એસએસ નાયકની ઓપનિંગ જોડીએ ડેબ્યૂ કરતાં 44 રનની ભાગીદારી કરી હતી.


1976માં પીએચ શર્મા અને દિલીપ વેંગસરકરની જોડીએ ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યુ હતું અને તેઓ માત્ર 7 રન સુધી જ સાથ નિભાવી શક્યા હતા. આ પછી 11 જૂન, 2016માં કરુણ નાયર અને કેએલ રાહુલની જોડીએ ઓપનર્સ તરીકે ડેબ્યૂ કર્યુ હતું અને 11 રનની પાર્ટનરશિપ કરી હતી.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 84 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા. કેપ્ટન ટૉમ લાથમે 48 બોલમાં 69 રન અને હેનરી નિકોલસે 82 બોલમાં 78 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઈતિહાસનો સર્વોચ્ચ રન ચેઝ કર્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 84 રન આપી 2 વિકેટ લીધી હતી.

ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારતાં 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 64 બોલમાં 88 રન અને કેદાર જાધવ 15 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 10 ઓવરમાં 85 રન આપી 2 વિકેટ લીધી હતી.

કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગને થશે કરોડોનું નુકસાન, આંકડો જાણીને રહી જશો દંગ

મહાભિયોગ કેસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો વિગતે