નવી દિલ્હીઃ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 10 વિકેટો ગુમાવીને માત્ર 243 રન જ કરી શકી, ટીમ ઇન્ડિયાના બૉલરોએ ફરી એકવાર ઘાતક બૉલિંગનું પ્રદર્શન કરતાં કીવી ઓપનરોને સસ્તાંમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા.
સંઘર્ષ કરતી ન્યૂઝીલેન્ડની ટીમને લાથમ અને ટેલરે સ્થિરતા આપતી બેટિંગ કરી, લાથમે 51 રન (64) કર્યા જ્યારે રૉસ ટેલર 93 રન (106) કરીને પોતાની સદી ચૂક્યો હતો.
ભારત તરફથી બૉલિંગ કરતાં શમીએ સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર, ચહલ અને પંડ્યાને બે-બે વિકેટો મળી હતી.