પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને બીજા ટેસ્ટમાં સામેલ કરવાની માગ ઉઠવા લાગી હતી પરંતુ પૃથ્વી શોને પ્લેઇનિંગ ઈલેવનમાં જાળવી રાખવામાં આવ્યો, ત્યાર બાદ તેણે હાફ સેન્ચુરી ફટકારી. ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી ફટકારતા જ પૃથ્વી શોએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પૃથ્વી શોએ ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ચ મેચમાં હાફ સેન્ચુરી ફટકારનાર બીજો યુવા ખેલાડી બની ગયો છે.
આ લિસ્ટમાં પૃથ્વી શોથી આગળ પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકરે 1990માં નેપિયર ટેસ્ટમાં 16 વર્ષ 291 દિવસની ઉંમરમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. પૃથ્વી શોની વાત કરીએ તો તેણે 20 વર્ષ 112 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું છે. ત્રીજા નંબર પર અતુલ વાસન છે, જેણે 1990માં 21 વર્ષ 336 દિવસની ઉંમરમાં ઓકલેન્ડ ટેસ્ટમાં ફિફ્ટી લગાવી હતી.
ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારના સૌથી યુવા ભારતીય
સચિન તેંડુલકર - 16 વર્ષ 291 દિવસ
પૃથ્વી શો - 20 વર્ષ 112 દિવસ
અતુલ વાસન - 21 વર્ષ 336 દિવસ