નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019નો આજે પ્રથમ સેમી ફાઈનલ ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ રમાશે. આ મેચ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ પીચ બેટિંગ માટે ઓળખાય છે. જે ટીમ અહીં પ્રથમ બેટિંગ કરશે તેણે અત્યાર સુધી તમામ 5 મેચમાં જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા આ પિચ પર સૌથી મોટો સ્કોર 6 વિકેટ પર 323 રનનો છે.




જ્યારે આ વખતે મેચમાં વરસાદ થવાની પણ શક્યતા છે. તેને જોતા ટોસના સમયે બન્ને કેપ્ટને સમજી વિચારને નિર્ણય લેવાનો રહેશે. જોકે પિચને સેમી ફાઈનલ અને ફાઈનલ માટે નવી રીતે બનાવવામાં આવી છે. પરંતુ હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે જેના પર હવે જોવાનું રહેશે મેચ કેવી રીતે આગળ વધે છે.