નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડેમાં 22 રનથી હાર થવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ છ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ ગુમાવી છે. ત્રણ વન ડે મેચની સીરિઝ પૈકીની પ્રથમ બે મેચ જીતીને યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની લીડ લઇ લીધી છે. ભારતે આબરૂ બચાવવા અને વ્હાઇટવોશથી બચવા સીરિઝની અંતિમ મેચ કોઈપણ હિસાબે જીતવી પડશે.


ભારતીય બોલરોએ પકડ ઢીલી કરીને.......

બીજી વન ડેમાં કેટલાક એવા મોકા હતા જ્યાં ન્યૂઝીલેન્ડે ઘૂંટણીયા ટેકવી દીધા હતા પરંતુ ટીમ ઈન્ડિયાએ પકડ ઢીલી કરી. જેનો ફાયદો કિવી ટીમે ઉઠાવ્યો. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 141 રન હતો ત્યાંથી 41.3 ઓવરમાં 8 વિકેટ પર 197 રન થઈ ગયો હતો. જે બાદ ભારતીય ટીમના બોલરો હરિફ ટીમની બે વિકેટો પાડી શક્યા નહોતા. રોસ ટેલર અને કાઇલે જમીસને ટીમ ઈન્ડિયાનો ખેલ ખરાબ કર્યો. રોસ ટેલરે નવમી વિકેટ માટે કાઇલે જૈમીસન સાથે મળીને 51 બોલમાં 76 રનની પાર્ટનરશિપ કરી.

જૈમીસન ડેબ્યૂ મેચમાં જ બન્યો મેન ઓફ ધ મેચ

વન ડેમાં ડેબ્યૂ કરી રહેલા જૈમીસને 24 બોલમાં અણનમ 25 રન બનાવ્યા. રોસ ટેલરે બીજી વન ડેમાં 74 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે અંતિમ પાંચ ઓવરમાં 53 રન બનાવ્યા હતા. જૈમીસને 10 ઓવરમાં 1 મેડન ફેંકીને 42 રન આપી 2 વિકેટ લીધી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ રોસ ટેલરના બે કેચ પણ છોડ્યા હતા.

INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત

INDvNZ: બીજી વન ડેમાં હાર સાથે ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આ મામલે બની ‘નંબર 1’ ટીમ