જાડેજાએ ધોનીનો કયો રેકોર્ડ તોડ્યો
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સર્વાધિક સ્કોરર રવિન્દ્ર જાડેજાએ ભારતને 2011નો વર્લ્ડકપ અને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. જાડેજાએ 73 બોલમાં 55 રન બનાવ્યા હતા. જાડેજાની વન ડે કરિયરની સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે આ સાતમી ફિફ્ટી હતી. જેની સાથે જ તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
ધોની-કપિલ દેવ છ વખત કરી ચુક્યા છે આ કારનામું
જાડેજા વન ડેમાં ટીમ ઈન્ડિયા તરફથી સાતમા ક્રમે બેટિંગ કરીને સૌથી વધારે ફિફ્ટી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જાડેજાએ વન ડેમાં 12 ફિફ્ટી મારી છે. ધોની અને ભારતને 1983નો વર્લ્ડકપ જીતાડનારો પૂર્વ કેપ્ટન કપિલ દેવ સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે છ-છ ફિફ્ટી મારી ચુક્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે ફિફ્ટી મારનારા ખેલાડીઓમાં ધોની-કપિલ દેવ સંયુક્ત રીતે બીજા ક્રમે છે.
રોસ ટેલર ફરી બન્યો ન્યૂઝીલેન્ડનો સંકટ મોચક
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 273 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્ટિલે સર્વાધિક 79 રન બનાવ્યા હતા. રેસ ટેલર 74 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 141 રન હતો ત્યાંથી 41.3 ઓવરમાં 8 વિકેટ પર 197 રન થઈ ગયો હતો. જે બાદ ભારતના બેટ્સમેનો ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ઓલઆઉટ કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યો હતો.
INDvNZ: બીજી વન ડેમાં હાર સાથે ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આ મામલે બની ‘નંબર 1’ ટીમ