વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું કે, ‘એક સમયે અમને લાગ્યું કે અમે હારી ગયા. મેં મારા કોચને કહ્યું કે, તેઓ જીતના હકદાર હતા. કેન વિલિયસમને 95 રનનો સ્કોર પર જે રીતે બેટિંગ કરી હતી, તેના માટે ખોટુ લાગી રહ્યું છે. અંતિમ બોલ પર અમે ચર્ચા કરી અને એ નિર્ણય પર પહોંચ્યા કે અમારે સ્ટમ્પ પર બોલ મારવો પડશે, જો અમે એમ ન કર્યું હોત તો પણ એક રન બની જાત.’
વિરાટ કોહલીએ કહ્યું, ‘રોહિતે અમારી ઇનિંગ અને અંતિમ બે બોલ પર શાનદાર બેટિંગ કરી. અમને ખબર હતી કે તે એક શોટ રમી લેશે તો બોલર તરત જ દબાણમાં આવી જશે.’
ન્યૂઝીલેન્ડને અંતિમ બોલ પર જીત માટે બે રનની જરૂરત હતી જ્યારે સામે છ વિકેટ પડી હતી પરંતુ મોહમ્મદ શમીએ મેજબાનની ટીમને જીતતા રોકી દીધી હતી. શમીએ અંતિમ ચાર બોલમાં માત્ર એક રન આપ્યો અને મેચને ટાઈ કરી દીધી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયસમને 48 બોલરમાં 95 રનની ઇનિંગ રમી ઉપરાંત સુપર ઓવરમાં પણ 11 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવી ન શક્યા.