IND vs NZ WTC Final 2021 Live: વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ, કાલે થશે ટોસ

લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Jun 2021 07:35 PM
વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ્દ
 

વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ્દ થઈ છે. હવે કાલે ટોસ થશે. આ ઐતિહાસિક મુકાબલાને લઈ આઈસીસીએ રિઝર્વે દિવસ રાખ્યો છે. એવામાં કાલથી પૂરા પાંચ દિવસની રમત થશે. 
પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દિધી હતી. પરંતુ હવે હવામાન અને પિચને જોઈ તે બદલાવ કરી શકે છે. નિયમો મુજબ કોઈપણ ટીમ ટોસ પહેલા  પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે છે.

સાઉથેપ્ટનમાં વરસાદ બંધ થયો

સાઉથેપ્ટનમાં વરસાદ બંધ થયો છે. ભારતીય સમય અનુસાર 7.30 વાગ્યે અમ્પાયર ઈંસ્પેક્શન કરશે. હાલ ગ્રાઉન્ડ સ્ટાફ મેદાન પર કામ કરી રહ્યો છે. આ મેદાનમાં ડ્રેનેજ સિસ્ટમ સારી છે. એવામાં હાલ પણ બે સેશનની રમત થઈ શકે છે.

ફાઇનલ ટેસ્ટમાં રિઝર્વ ડે

સાઉથેમ્પ્ટનમાં હાલ વરસાદના કારણે ટેસ્ટનુ પહેલુ સેશન રદ્દ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ સારી વાત એ છેકે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને આઇસીસીએ પહેલાથી જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલામાં રિઝર્વ ડે રાખી દીધો છે. વરસાદ કે અન્ય કારણોસર પાંચ દિવસમાં રમત પુરી નથી થતી તો છઠ્ઠા દિવસે રમત રમી શકાય છે. 

મેદાનમાં ભરાયુ પાણી 

સાઉથેમ્પ્ટનમાં હાલ વરસાદ ધીમો પડી ગયો છે, પરંતુ સતત વરસાદ પડવાના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયુ છે. જોકે, ગ્રાઉન્ડ સ્ટાફ લાંબા સમયથી મેદાનને રમવા લાયક બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે. થોડીવારમાં એમ્પાયર ઇન્સ્પેક્શન માટે મેદાનમાં જશે.

પહેલુ સેશન વરસાદના કારણે રદ્દ

બીસીસીઆઇએ ટ્વીટ કરીને મેચ મોડેથી શરૂ થવાની જાણકારી આપી છે. બીસીસીઆઇએ કહ્યું કે પહેલા સેશનની રમત રદ્દ કરી દેવામાં આવી છે. સાઉથેમ્પ્ટનમાં પડી રહેલા વરસાદના કારણે મેદાન હાલ રમવા લાયક નથી. ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટનો આ મહામુકાબલો શરૂ થવામાં મોડુ થઇ શકે છે.


 





મેદાન પર એમ્પાયરો પહોંચ્યા

મેચ શરૂ થવામાં હજુ એક કલાકનો સમય બાકી છે, એમ્પાયર્સ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યાં છે, બીસીસીઆઇએ ટ્વીટ કરીને મેચના અધિકારીઓની તસવીરો શેર કરી છે, સાથે સાઉથેમ્પ્ટનમાં વરસાદ પડવાની પણ જાણકારી આપી છે.


 





સાઉથેમ્પ્ટનમાં વરસાદનું વિઘ્ન

સાઉથેમ્પ્ટનમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે, અને બંધ થવાન નામ નથી લઇ રહ્યો, જેના કારણે મેદાન ભીનુ થઇ ગયુ છે, જોકે વરસાદ એટલો બધા ભારે પણ નથી પડી રહ્યો. હાલ એમ્પાયરો આ અંગે ચર્ચા કરી રહ્યાં છે. 

કઇ ચેનલ પરથી લાઇવ જોઇ શકાશે ફાઇનલ ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબલ્યુટીસી ફાઈનલ (WTC Final) સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે ટોસ થશે અને 3.30 કલાકથી મેચ શરૂ થશે. ફાઇનલ ટેસ્ટને જોવા માટે તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 1 Telugu, Star Sports 1 Tamil અને Star Sports 1 Kannada ચેનલ પર જઇ શકો છો. જ્યારે લાઇવ સ્ટ્રીમિગ ડિઝ્ની હોટસ્ટાર પર જોઈ શકાશે.

ફાઇનલ ટેસ્ટમાં છે રિઝર્વ ડે

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટન મેચમાં કદાચ વરસાદ વિઘ્ન બની શકે છે, અને ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. ઇન્ટરનેસનલ ક્રિકેટ કાઉનસિલે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા પહેલાથી જ મેચ માટે રિઝર્વ ડે રાખવાનો ફેંસલ કર્યો હતો, પરંતુ આઇસીસીએ રિઝર્વ ડેની શરતો લાગુ કરી છે. 

નવી ટેસ્ટ જર્સી પહેરીને ફાઇનલ રમવા ઉતરશે કિવી ટીમ

બે વર્ષથી ચાલી રહેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હવે કિવી ખેલાડીઓ રંગ બદલ્યો છે, આજના આ મહામુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમ નવી ટેસ્ટ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આ મેચ માટે કિવી ટીમે પોતાની નવી જર્સી પણ લૉન્ચ કરી દીધી છે. જેની તસવીરો ખુદ બ્લેકકેપ્સ રિલીઝ કરી છે.

ડ્યૂક બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ કુકાબૂરા બૉલથી નહીં પરંતુ સ્પેશ્યલ ડ્યૂક બૉલથી રમાડવામાં આવશે. આઇસીસી (ICC) તરફથી પહેલીવાર આયોજિત આ મહામુકાબલાને ખાસ બૉલથી રમાડવામાં આવશે. જેની પહેલી તસવીર પણ રિલીઝ કરી દેવામા આવી છે. બ્લેક કેપ્સ ( new zealand ) પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી આ ખાસ બૉલની તસવીર શેર કરી હતી.

બપોરે શરૂ થશે ફાઇનલ ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ ટેસ્ટ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. બન્ને દેશો તટસ્થ સ્થળ પર એટલે કે ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટન ગ્રાઉન્ડમાં ફાઇનલ ટેસ્ટ રમી રહ્યાં છે. ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલનું આયોજન પહેલા ક્રિકેટના મક્કા કહેવાતા ઐતિહાસક લોર્ડ્સમાં (Lords) થવાનું હતું પરંતુ કોરના વાયરસના (Coronavirus) ખતરાને જોતા તેને સાઉથમ્પટનમાં ખસેડવામાં આવી હતી.

ફાઇનલ ટેસ્ટમાં ભારતીય પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્નિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી

ફાઇનલ ટેસ્ટમાં ભારતીય પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્નિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી

ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં દેખાવ 

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 59 ટેસ્ટ મેચ રમાઇ છે જેમાં ભારત 21 મેચ જીત્યું છે અને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


 

ભારત હારી ચૂક્યુ છે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ

ભારતે ડબલ્યૂટીસીના પીરિયડમાં ન્યૂઝિલેન્ડ સાથે ગયા વર્ષની શરૂઆતમાં ટેસ્ટ સીરિઝ રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ 0-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે સીરિઝમાં ન્યૂઝિલેન્ડના બોલરોએ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.


 

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ

ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. 

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ  ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે  સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ટીમ ઇન્ડિયાએ મેચના એક દિવસ અગાઉ જ પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે. જ્યારે કિવિ ટીમે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.