વિરાટને ટીમના ક્યા બે ક્રિકેટરોના કારણે રવિવારે પાકિસ્તાનને પછાડવાનો છે પાકો વિશ્વાસ? જાણો વિગત
ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈને હજુ પણ હાઈપ બનેલી છે પણ કોહલીએ સાફ કર્યું કે ટીમ કોઈ દબાણમાં નથી. ભારતીય કેપ્ટને મેચ પછી કહ્યું, “અમે આ મેચને કોઈ અન્ય સામાન્ય મેચની જેમ જ લઈ રહ્યા છીએ. હું જાણું છું કે તેને નીરસ નિવેદન માનવામાં આવશે પણ આમારી સાચી વિચારસરણી છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમશે. વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં આ બે કટ્ટર હરીફ વચ્ચે 2007ની 14મી જૂને બાંગ્લાદેશમાં રમાયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝમાં બન્ને વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં પાકિસ્તાનનો 25રનથી વિજય થયો હતો. કોહલીએ કહ્યું કે, 18 જૂને થનારી ફાઈનલ મેચને સામાન્ય મેચની જેમ જ લઈ રહ્યા છીએ.
મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હુતં કે, આ મેચમા ભારતની ઓપનિંગ જોડી શીખર ધવન અને રોહિત શર્માની શાનદાર ઇનિંગને કારણે તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થયો હતો. કોહલીએ આ મેચમાં અણનમ 96 રન બનાવવાની સાથે વન ડે ક્રિકેટમાં 8000 રન પૂરા કર્યા હતા.
કોહલીએ બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમણે પોતાની બેટિંગને ખૂબ એન્જોય કરી હતી. મારા માટે રન મહત્ત્વના ન હતા પરંતુ જે રીતે આખો મેચ રમવામાં આવ્યો તેને મેં ખૂબ એન્જોય કર્યો. ખાસ કરીને રોહિત શર્મા અને શિખર ધવને જે રીતે બેટિંગ કરી હતી તેણે મારો આત્મવિશ્વાસ ખૂબ વધાર્યો હતો. વિરાટે વધુમાં કહ્યું કે, આ બન્ને ખેલાડી એવા છે કે વિરોધી ટીમને માનસિક રીતે ભાંગી નાંખે છે.
રોહિત શર્માએ આ મેચમાં અણનમ 128 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલી સાથે 178 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે ભારતને શિખર ધવને અને રોહતી શર્માએ મજબૂત શરૂઆત આપી હતી. 265 રનને ચેસ કરતાં શિખર ધવન અને રોહિત શર્માએ ઓપનિંગ 87 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં ખર ધવને 46 રન બનાવ્યા હતા.
બર્મિંઘમઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના બીજા સેમીફાઈનલમાં ગુરુવારે બાંગ્લાદેશના 9 વિકેટે કારમો પરાજય આપ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે, તેમને આવી જીતની આશા ન હતી. આ મેચમાં 8000 કરવાની સાથે વિરાટ કોહલી વન ડે ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -