સુપર સન્ડેઃ Father's Dayના દિવસે ભારત પાસે છે પાકિસ્તાનને બે વખત હરાવવાની તક
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે તો ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે ભારતીય હોકી ટીમ પણ આ જ ઇરાદાથી વર્લ્ડ હોકી લીગ સેમીફાઈનલમાં રમવા ઉતરી છે. ભારતીય પુરુષ હોકી ટીમે લંડનનાં લી વેલી હોકી સેન્ટરમાં ગુરુવારે રમવામાં આવેલ મેચમાં સ્કોટલેન્ડને 4-1થી હરાવીને વર્લ્ડ હોકી લીગ સેમીફાઈનલમાં જીતથી શરૂઆત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચમાં ભારત માટે રમનદીપે બે ગોલ કર્યા હતા, જ્યારે આકાશદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યા. હવે ભારતીય ટીમનો મેચ પાકિસ્તાન સાથે 18 જૂનના રોજ રમાશે. પૂલ બીનો આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 6-30 કલાકે શરૂ થશે. જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટનો મહામુકાબલો ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે.
લંડનઃ બાંગ્લાદેશના ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના બીજા સેમીફાઈનલમાં માત આપ્યા બાદ ટીમ ઇન્ડિયા 18 જૂન એટલે કે ફાધર્સ ડેના રોજ પાકિસ્તાન સાથે ફાઈનલમાં ટકરાશે. જોકે ભારત પાસે પાકિસ્તાનને હરાવવા માટે એક નહીં પણ બે તક છે. એક બાજુ લંડનમાં કેનિંગ્ટન ઓવલ મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્રિકેટ મેચ રમાશે તો બીજી બાજુ હોકીમાં પણ આ બન્ને ટીમ આમને સામે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -