પુણેઃ ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 189 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 137 રનથી શાનદાર વિજય થયો હતો. જીત સાથે જ ભારતે શ્રેણીમાં 2-0ની લીડ લઈ લીધી છે.

દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત સાથે જ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સતત 11મી શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની હતી. ભારતે 2012-13થી લઈ આજ સુધીમાં ઘરઆંગણે રમેલી તમામ શ્રેણીમાં વિજય થયો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ 1994-2000 અને 2004-2008માં ઘરઆંગણે સતત 10 ટેસ્ટ સીરિઝ જીતી હતી.

એક સમયે ક્રિકેટ વિશ્વમાં જેની ધાક હતી તે વેસ્ટ ઈન્ડિઝે 1975-76 અને 1985-86માં ઘર આંગણે સતત 8 શ્રેણી જીતી હતી.

IND vs SA: બીજી ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ-કોણ છે