IND vs SA: બીજી ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ-કોણ છે
ઉમેશ યાદવઃ જસપ્રીત બુમરાહની હાજરીમાં ટીમમાં સ્થાન મેળવેલા ફાસ્ટ બોલર ઉમેશ યાદવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં પણ 3 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુણેઃ ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 189 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 137 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ભારતે શ્રેણીમાં 2-0ની લીડ લઈ લીધી છે. આ ઉપરાંત ઘરઆંગણે સતત 11મી શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની હતી. બીજી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગરે સર્વાધિક 48 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગની જેમ બીજી ઈનિંગમાં પણ ભારતને દક્ષિણ આફ્રિકાના પૂંછડિયાએ હંફાવ્યા હતા. ફિલાન્ડરે 37 અને કેશવ મહારાજે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે 3-3, રવિચંદ્રન અશ્વિને 2 તથા ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને 1-1 સફળતા મળી હતી. ભારતીય ઈનિંગમાં પૂજારા અને રહાણેએ પણ નોંધનીય યોગદાન આપ્યું હતું.
મયંક અગ્રવાલઃ પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારા મયંક અગ્રવાલે બીજી ટેસ્ટમાં પણ શાનદાર 108 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્મા જલદી આઉટ થયા બાદ તેણે પૂજારા સાથે 137 રનની પાર્ટનરશિપ કરી હતી.
વિરાટ કોહલીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરનો સર્વોચ્ચ સ્કોર અણનમ 254 રન બનાવ્યા હતા. તેણે રહાણે અને જાડેજા સાથે મોટી પાર્ટનરશિપ કરીને ભારતનો સ્કોર 600 રનને પાર પહોંચાડ્યો હતો.
રવિન્દ્ર જાડેજાઃ સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડરે 91 રનની ઈનિંગ રમી હતી. પ્રથમ ઈનિંગમાં તેણે 1 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ મળી મેચમાં કુલ 4 વિકેટ ઝડપી શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું.
રવિચંદ્રન અશ્વિનઃ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 2 વિકેટ મળી મેચમાં કુલ 6 વિકેટ ખેરવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -