અમદાવાદઃ ભારત 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ત્રણ મેચની વન ડે સીરિઝ રમશે. જેને લઈ આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નવા પસંદગીકર્તા સુનીલ જોશી સાઉથ આફ્રિકા સામે રમાનારી વન ડે સીરિઝ માટે અમદાવાદમાંથી ટીમની જાહેરાત કરી શકે છે.
કોહલીને આરામ ?
આ પહેલા બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, નવા મુખ્ય પસંદગીકર્તા સાઉથ આફ્રિકા સામે રમાનારી વન ડે સીરિઝની ટીમ પસંદ કરશે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે.
પંડ્યા-ધવન કરશે વાપસી
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. લોઅર બેક ઈન્જરી બાદ કમબેક કરતાં ટીવાય પાટિલ ટી20 કપમાં રિલાયન્સ વન ટીમ તરફથી રમતા હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો છે. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન પણ વાપસી કરી શકે છે.
સંભવિત ટીમ ઈન્ડિયાઃ લોકેશ રાહુલ, શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
સાઉથ આફ્રિકાની કેપ્ટનશિપ ક્વિંટન ડી કોક સંભાળશે. 27 વર્ષીય ખેલાડીની નજર સપ્ટેમ્બર 2019માં ભારત પ્રવાસના કંગાળ દેખાવને ભૂલાવવા પર રહેશે. જ્યાં ત્રણ મેચની ટી-20 સીરિઝ 1-1થી સરભર થઈ હતી, જ્યારે ટેસ્ટ સીરિઝમાં સૂપડા સાફ થઈ ગયા હતા.
ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે સીરિઝ કાર્યક્રમ
પ્રથમ વન ડે, 12 માર્ચ, ધર્મશાળા
બીજી વન ડે, 15 માર્ચ, લખનઉ
ત્રીજી વન ડે, 18 માર્ચ, કોલકાતા
મહિલા T20 વર્લ્ડકપઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
Yes Bank ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા
દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની થઈ શકે છે જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી કરશે વાપસી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2020 08:44 AM (IST)
સૂત્રોના જણાવ્યા મુજબ, નવા પસંદગીકર્તા સુનીલ જોશી સાઉથ આફ્રિકા સામે રમાનારી વન ડે સીરિઝ માટે અમદાવાદમાંથી ટીમની જાહેરાત કરી શકે છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -