યસ બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપતા કોઈપણ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેંકે ત્રણ દિવસ પહેલા આ સુવિધા તેમના ખાતાધારકો માટે બંધ કરી દીધી હતી. પરંતુ શનિવારે રાત્રે બેંક દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, હવે તેમના ગ્રાહકો કોઈપણ એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 30 દિવસ માટે યસ બેંકના બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે. જે બાદ હવે ઈડીની કાર્યવાહી કરવામાં આવી છે. બેંકે ખાતાધારકનો એક મહિનામાં માત્ર 50,000 રૂપિયા ઉપાડવાની જ મંજૂરી આપી છે. વિશેષ પરિસ્થિતિઓમાં પૈસા ઉપાડવાની મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જેમ કે અભ્યાસ, સારવાર અને લગ્ન માટે વધુ રકમ ઉપાડી શકાશે.
યસ બેંક દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક પૈકીની એક છે. દેશભરમાં બેંકની 1000 શાખા અને 1800 એટીએમ છે. બેંકની હેડ ઓફિસ મુંબઈમાં છે. બેંક મહિલીઓ માટે Yes Grase Branch ચલાવે છે. જેમાં માત્ર મહિલા કર્મચારી છે.
26/11ના મુંબઈ હુમલા બાદ શરૂ થઈ Yes Bankની પડતી, જાણો વિગતે
મહિલા T20 વર્લ્ડકપઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ