નવી દિલ્હીઃ ભારતીય ટીમ આવતીકાલે પુણેમાં બીજી ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરશે, પ્રથમ ટેસ્ટમા આફ્રિકાને મોટા અંતરથી હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાની નજર હવે પુણે ટેસ્ટમાં પણ જીતનો પરચમ લહેરાવવાનો છે. વિરાટ કોહલીએ કઇ પ્લેઇંગ ઇલેવન લઇને મેદાનમાં ઉતરી શકે છે, તેને લઇને અહીં સંભવિત ટીમ બતાવવામાં આવી છે. જુઓ લિસ્ટ.....

બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત વિશાખાપટ્ટનમની પહેલી ટેસ્ટ જીતીને 1-0થી લીડ મેળવી ચૂક્યુ છે.



પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી બેટિંગમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા તથા મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને અશ્વિને બૉલિંગમાં તરખાટ મચાવતા આફ્રિકન ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી.



ટીમ ઇન્ડિયાઃ સંભવિત પ્લેઇંગ ઇલેવન......
મયંક અગ્રવાલ
રોહિત શર્મા
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્યે રહાણે (ઉપ-કેપ્ટન)
હનુમા વિહારી
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર)
રવિન્દ્ર જાડેજા
રવિચંદ્રન અશ્વિન
ઇશાંત શર્મા
મોહમ્મદ શમી