વિશાખાપટ્ટનમઃ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટ 202 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ટેટૂ પસંદ છે. કોહલીએ તેની બોડી પર અત્યાર સુધીમાં 9 ટેટૂ બનાવ્યા છે. પણ કોહલીનો એક ફેન એવો છે જે ટેટુ મામલે તેનાથી આગળ છે. મેચ પહેલા કોહલીએ તેના આ ફેન સાથે મુલાકાત કરી હતી. ફેને આ શરીર પર વિરાટના ટેટૂ બનાવ્યા છે. તેણે કોહલીનો ફેસ, જર્સી નંબર, એવોર્ડ્સ સહિતની માહિતી ટેટૂ સ્વરૂપે શરીર પર કોતરાવી છે.



મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફેનનું નામ પિંટૂ રાજ છે. ઓડિશાના રહેવાસી પિંટે તેના શરીર પર 15 ટેટૂ બનાવ્યા છે. પિંટૂએ તેના શરીર પર કોહલીની તસવીર, તેના રેકોર્ડ્સ, કોચ રાજકુમાર શર્માની તસવીર અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની તસવીરના ટેટુ બનાવ્યા છે. મુલાકાત વખતે વિરાટ કોહલીએ પિંટૂને ભેટી પડ્યો હતો.



આ પહેલા સુધીર ગૌતમ સચિન તેંડુલકર અને રામ બાબુ ભારતીય મહેન્દ્ર સિંહ ધોનીના ટેટુ ચીતરાવીને ચર્ચમાં રહી ચુક્યા છે.



નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ, હજારો મુસાફરો અટવાયા

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યા 84 ઉમેદવારોના નામ, જાણો કયા દિગ્ગજ નેતાનું કપાયું પત્તુ