દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલના સ્થાને આ ઓપનર્સને મળી શકે છે તક, એક ગુજરાતી પણ છે રેસમાં, જાણો વિગત
રોહિત શર્માઃ ટીમ ઈન્ડિયાનો વન ડે અને ટી20ના ઓપનર રોહિત શર્માને ટેસ્ટમાં નિયમિત તક મળી નથી. તે ફોર્મમાં હોવા છતાં ટેસ્ટ ટીમનો સભ્ય બની શક્યો નથી. તાજેતરમાં જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરાવવાની સલાહ આપી હતી. રોહિત શર્માએ 27 ટેસ્ટ મેચની 47 ઈનિંગમાં 39.62ની સરેરાશથી 1585 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદી અને 3 સદી પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાંક પંચાલઃ ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 85 મેચમાં 137 ઈનિંગમાં 47.45ની સરેરાશથી 6122 રન બનાવ્યા છે. જેમાં 23 અડધી સદી અને 21 સદી ફટકારી છે. જેમાં તેનો સર્વશ્રએષ્ઠ સક્રો 314 રન છે. તેની પાસે ઘરેલુ ક્રિકેટમાં રમવાનો અનુભવ છે. છેલ્લા થોડા વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
શુભમન ગિલઃ આ યુવા ક્રિકેટરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 મેચમાં 21 ઈનિંગ રમી છે. જેમાં 74.88ની સરેરાશથી 1348 રન બનાવ્યા છે. હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગિલને પસંદગીકર્તા સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં તક આપી શકે છે.
અભિમન્યુ ઈશ્વરનઃ આ ખેલાડીને તાજેતરમાં જ બંગાળની ટીમનો કેપ્ટન બનાવાયો છે. 50 ફર્સ્ટ ક્લાસ મેચની 88 ઈનિંગમાં તેણે 48.65ની સરેરાશથી 3892 રન બનાવ્યા છે. જેમાં 17 અડધી સદી અને 12 સદી લગાવી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 233 રનનો છે. તેણે ઈન્ડિયા-એ તરફથી સારું પ્રદર્શન કર્યું છે. તેણે લગભગ તમામ દેશમાં જઈને ઈન્ડિયા એ માટે રન બનાવ્યા છે. ઘર આંગણે તેણે શાનદાર બેટિંગ કરી છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યા બાદ ભારતની નજર ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પર છે. વિન્ડિઝ પ્રવાસમાં ઓપનર કેએલ રાહુલ નિષ્ફળ રહ્યો હતો. 4 ઈનિંગમાં તેણે 101 રન બનાવ્યા હતા. રાહુલે સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી. છેલ્લી 11 ઈનિંગમાં તે એક પણ અડધી મારી શક્યો નથી. વેસ્ટ ઈન્ડિઝમાં ફ્લોપ રહ્યા બાદ રાહુલને ટેસ્ટ ટીમમાં તક તો મળી શકે છે પરંતુ ભારત સાઉથ આફ્રિકા સામે ઘર આંગણે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં આ ઓપનરોને પણ તક આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -