શુક્રવારથી Ind-SA પ્રથમ ટેસ્ટ, ટીમ ઈન્ડિયાના વિજય રથ પર લાગી શકે છે બ્રેક
ફિલાન્ડર ફફડાવી શકે છે બેટ્સમેનોનેઃ ડેલ સ્ટેન, રબાડા ઉપરાંત વર્નોન ફિલાન્ડર પણ ભારતીય બેટ્સમેનોની આકરી કસોટી કરી શકે છે. બોલને બંન તરફ મૂવ કરાવવાની ક્ષમતા ધરાવતો ફિલેન્ડર 47 ટેસ્ટમાં જ 173 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે માત્ર 7 ટેસ્ટમાં જ 50 વિકેટ પૂરી કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત મોર્ને મોર્કેલ, વિકેટકિપર બેટ્સમેન ક્વિંટન ડી કોક અને ક્રિસ મોરિસ પણ ભારતીય ટીમ માટે પડકાર સાબિત થઈ શકે તેમ છે.
રબાડાનો સામનો કરવો નહીં હોય આસાનઃ દક્ષિણ આ 22 વર્ષીય અશ્વેત ખેલાડી કાગિસો રબાડાએ 23 ટેસ્ટમાં 22.29ની સરેરાશથી 105 વિકેટ ખેરવી છે. સતત 140થી વધારેની સ્પીડથી બોલ ફેંકવાની ક્ષમતા રાખતો રબાડા ડેલ સ્ટેન સાથે મળીને ભારતના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.
ઘરઆંગણે ડુપ્લેસિસનો છે દબદબોઃ દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ ઘરઆંગણે શાનદાર રેકોર્ડ ધરાવે છે. તેણે 46.54ની સરેરાશથી 2839 રન નોંધાવ્યા છે. ડુપ્લેસિસ પણ પીચ પર સેટ થયા બાદ અમલાની જેમ લાંબી ઇનિંગ રમી શકે છે. જો તે ઝડપથી આઉટ ન થાય તો ભારત માટે ખતરો બની શકે છે.
ડેલ સ્ટેનમાં હજુ પણ છે દમઃ 34 વર્ષીય ડેલ સ્ટેન દક્ષિણ આફ્રિકાનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર છે. ઈજામાંથી મુક્ત થયા બાદ તાજેતરમાં જ ટીમમાં પરત ફરેલો સ્ટેન ઘરઆંગણે ઘાતક બોલર સાબિત થઇ શકે છે. 85 ટેસ્ટમાં 417 વિકેટ ખેરવી ચૂકેલો સ્ટેન હજુ પણ પહેલા જેવી જ બોલિંગ કરે છે.
ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે અમલાઃ ભારતીય મૂળનો બેટ્સમેન હાશિમ અમલા ટેસ્ટ ક્રિકેટમાં લગભગ 50ની સરેરાશથી 8583 રન બનાવી ચૂક્યો છે. હાલ તેની ગણના ભારતના કેપ્ટન વિરાટ કોહલીની સાથે વિશ્વના ટોચના 4 બેટ્સમેનોમાં થાય છે. પીચ પર સેટ થયા બાદ તે લાંબી ઇનિંગ રમવાની મહારત ધરાવતો હોવાથી ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
દિગ્ગજ બોલરોના ધજાગરા કરવામાં સક્ષમ છે ડીવિલિયર્સઃ એબી ડીવિલિયર્સ વિશ્વના કોઇપણ ફાસ્ટ કે સ્પીન બોલરોના એટેકને વેરવિખેર કરવાની ક્ષમતા ધરાવે છે. તેને જલદી આઉટ કરવા માટે ભારતીય બોલરોએ ખાસ રણનીતિ તૈયાર કરવી પડશે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં સૌથી અનુભવી ખેલાડી પૈકીનો એક ડીવિલિયર્સ થોડી કલાક પીચ પર ટકી જાયતો મેચનું પાસું પલટી શકે છે.
કેપટાઉનઃ વિરાટ કોહલીની નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 5 જાન્યુઆરીએ યજમાન સામે પ્રથમ ટેસ્ટ રમશે. ઘરઆંગણે જરબદસ્ત પ્રદર્શન કરનારી ટીમ ઈન્ડિયા માટે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન રહેશે. 5 જાન્યુઆરીથી બંને દેશો વચ્ચે કેપટાઉનમાં પ્રથણ ટેસ્ટ મેચ રમાશે. જોકે, દક્ષિણ આફ્રિકાના કેટલાક ખેલાડી ભારતના વિજય રથ પર બ્રેક લગાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -