INDvsSL 3rd Test LIVE: ફોલોઓન બાદ બીજી ઈનિંગમાં શ્રીલંકા 19/1, હજુ 333 રન પાછળ
શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમ 487 રને ઓલઆઉટ થઈ હતી. હાર્દિક પંડ્યાએ આક્રમક સદી ફટકારી હતી. તેણે પુષ્પકુમારાની એક ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી સદાકને 5 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ તેની પ્રથમ ઈનિંગમાં 135 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. ચાઈનામેન કુલદીપ યાદવે 4 જ્યારે અશ્વિન તથા શમીએ 2-2 વિકેટ ઝડપી હતી. બીજા દિવસના અંતે ફોલોઓન બાદ બીજી ઈનિંગમાં શ્રીલંકાએ 19 રન 1 વિકેટ ગુમાવી દીધી છે અને તે 333 રન પાછળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ કરનાર લોકેશ રાહુલ છઠ્ઠો બેટ્સમેન છે. તેની સાથે એવર્ટન વિક્સ (વેસ્ટ ઈન્ડિઝ), એન્ડી ફ્લાવર (ઝિમ્બાબ્વે), શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટ ઈન્ડિઝ), કુમાર સંગાકારા (શ્રીલંકા) અને ક્રિસ રોજર્સ (ઓસ્ટ્રેલિયા) પણ આ સિદ્ધી મેળવી ચુક્યા છે.
લોકેશ રાહુલે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. 135 બોલમાં 85 રન કરનાર રાહુલના કારકિર્દીની આ નવમી અડધી સદી હતી. ટેસ્ટ મેચની સતત 7મી ઈનિંગમાં રાહુલે 50+નો સ્કોર કર્યો છે અને આમ કરી તે વિશ્વના અમુક ટોચના ખેલાડીઓમા સામેલ થઈ ગયો છે.
આ દરમિયાન તેને 17 ફોર ફટકારી હતી. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા 8 રને સદાકનની ઓવરમાં મેથ્યૂઝને કેચ આપી બેઠો હતો. અજિંક્ય રહાણે 17 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી 42 રને સદાકનની ઓવરમાં કરૂણારત્નેને કેચ આપી બેઠો હતો. આર.અશ્વિને 31 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ સાહાની વિકેટ ઝડપી હતી.
ભારતની સંગીન શરૂઆત થઇ હતી. ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. લોકેશ રાહુલ 85 રને પુષ્પકુમારાની ઓવરમાં કરૂણારત્નેને કેચ આપી બેઠો હતો. આ પહેલા લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 188 રન જોડ્યા હતા. ભારતને બીજો ફટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન 119 રને પુષ્પકુમારાની ઓવરમાં ચાંદીમલને કેચ આપી બેઠો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -