ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવી વન ડે શ્રેણી 2-1થી જીતી, શિખર ધવનની સદી
વિશાખાપટ્ટનમ: ભારતે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં 8 વિકેટે હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. શ્રીલંકાએ આપેલા 216 રનના પડકારને ભારતે 32.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ભારત તરફથી શિખર ધવને આક્રમક 100 રન જ્યારે શ્રેયસ ઐયરે 65 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુણાથિલકા 13 રનના સ્કોરે બુમરાહની ઓવરમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થતા ભારતને પ્રથમ સફળતા મળી હતી. તે સમયે શ્રીલંકાનો સ્કોર 3.4 ઓવરમાં 15 રન હતો.સમરવિક્રમા ચહલની ઓવરમાં 42 રને આઉટ થતાં ભારતને બીજી સફળતા મળી હતી.
શ્રીલંકાની ટીમ ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં ભારત સામે 215 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે તરખાટ મચાવતા 3-3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ઉપુલ થરંગાએ સૌથી વધુ 95 રન બનાવ્યા હતા. જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ડીકવેલા 8 રન બનાવી આઉટ થયો હતો. આ અગાઉ શ્રીલંકાનો ઓપનર થરંગા 95 રને નવર્સ નાઈન્ટીનનો શિકાર બન્યો હતો. ગુણાથિલકા 13, મેથ્યુંસ 17 અને ગુણરત્ને 13 રને આઉટ થયો હતો.
ભારતીય ટીમ આ પ્રકારે છેઃ શિખર ધવન, રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ
ધોની પાસે ત્રીજી વન ડે મેચમાં એક રેકોર્ડ બનાવવાની તક છે. ધોની 10 હજાર રન પૂરા કરવાથી માત્ર 102 રન દૂર છે. ધોનીના અત્યારે 311 વન ડે મેચમાં 9898 રન છે. ધોની જો 102 રન બનાવી લેશે તો તે શ્રીલંકાના કુમાર સંગાકારા બાદ વન ડેમાં 10,000 રન બનાવનાર વિશ્વનો બીજો વિકેટકિપર બેટ્સમેન બની જશે.
સ્ટેડિયમમાં તિરંગો ફરકાવી ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારતાં ક્રિકેટપ્રેમીઓ. રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
વિશાખાપટ્ટનમ વનડેમાં ભારતે ટોસ જીત્યો હતો. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયા પાસે સીરિઝ જીતવાની સાથે ઇતિહાસ રચવાની પણ તક છે. જો ભારત આ મેચ જીતી જશે તો 85 વર્ષમાં તમામ ફોર્મેટમાં એક જ વર્ષમાં 13 સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -