દિલ્હીમાં પ્રદુષણથી પરેશાન લંકાના ક્રિકેટરોએ માસ્ક પહેરીને કરી ફિલ્ડીંગ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં ભારે પ્રમાણમાં ધુમ્મસને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે ભારત અને શ્રીંલકા વચ્ચે ચાલી રહેલ મેચના બીજા દિવસે સવારે ભારે પ્રમાણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે શ્રીલંકાના ખેલાડીઓએ માસ્ક પહેરીને ફિલ્ડીંગ કરતા નજરે પડ્યા હતાં. જેમાં મેથ્યુસ, દિનેશ ચંદામલ સહિતના ખેલાડીઓ માસ્ક પહેરીને ફિલ્ડીંગ કરતાં હતાં.
નવી દિલ્હીઃ શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટના નુકસાન પર 500 રનની ઉપર બનાવી લીધા છે. હાલમાં વિરાટ કોહલી 240 રને ક્રિઝ પર છે. આ અગાઉ પ્રથમ દિવસે મુરલી વિજયે સદી ફટકારી હતી. મુરલી વિજય અને વિરાટ કોહલી વચ્ચે 283 રનની ભાગીદારી નોંધાવી હતી. દિલ્હીમાં વહેલી સવારે ધુમ્મસને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ધુમ્મસનો અનુભવ શ્રીંલકાના ખેલાડીઓને થયો હતો જેના કારણે માસ્ક પહેરીને ફિલ્ડીંગ કરતાં જોવા મળ્યા હતાં.
વિરાટ કોહલીની સીરિઝમાં આ ત્રીજી સદી છે. મુરલી વિજયે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બીજી મેચમાં સદી ફટકારી છે.ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિઅરના 5 હજાર રન પૂર્ણ કર્યા હતા. કોહલી આ સિદ્ધી મેળવનારો 11મો ભારતીય બેટ્સમેન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -