ચેન્નઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો પ્રથમ મુકાબલો ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે રમાશે.  વેસ્ટ ઈન્ડિઝ સામે T-20 શ્રેણીમાં 2-1થી શાનદાર વિજય બાદ વન ડે સીરિઝમાં પણ ભારત જીતની પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. વન ડે સીરિઝ શરૂ થતાં પહેલા જ ટીમ ઈન્ડિયાને બે મોટા ફટકા લાગી ચુક્યા છે. ઓપનર શિખર ધવન અને સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.


કેવું રહેશે હવામાન

આજે ચેન્નઈમાં ભેજનું પ્રમાણ 68% રહી શકે છે. જેનો અર્થ ખેલાડીઓ માટે આ પરિસ્થિતિમાં રમવું આસાન નહીં હોય. છેલ્લા બે દિવસથી અહીં વરસાદ પડી રહ્યો છે, જેથી બંને ટીમો અને ફેન્સની નજર હવામાન પર રહેશે. રવિવારે દિવસભર વાદળ છવાયેલા રહેવાની આશા છે ઉપરાંત વરસાદ પણ પડી શકે છે.

કોને મળી શકે છે પ્લેઇંગ ઇલેવનમાં મોકો

ટી-20 સીરિઝમાં શાનદાર બેટિંગ બાદ ઓપનિંગમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ ઉતરશે. વન ડાઉન કેપ્ટન કોહલી, ચોથા ક્રમે શ્રેયસ ઐય્યર, પાંચમા ક્રમે રિષભ પંત, છઠ્ઠા નંબર પર કેદાર જાધવ/મનીષ પાંડેમાંથી એક, સાતમા નંબર પર રવિન્દ્ર જાડેજા નિશ્ચિત છે. આઠમા ક્રમે કુલદીય પાદવ, નવમા ક્રમે મોહમ્મદ શમી, દસમા નંબરે યુઝવેન્દ્ર ચહલ અને અગિયારમા નંબર પર દીપક ચહર ઉતરી શકે છે. મયંક અગ્રવાલ અને શાર્દુલ ઠાકુરને તક મળે તેમ લાગતું નથી.


આવો રહેશે પિચનો મિજાજ

એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ ધીમી છે અને છેલ્લી સાત વન ડેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ છ વખત જીતી છે. આ સ્થિતિમાં બંને ટીમના કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. ઝાકળના કારણે રમત આગળ વધવાની સાથે પિચ વધુ ધીમી થતી જશે.


કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

ભારતીય સમય પ્રમાણે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ 1.00 કલાકે થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટારથી જોઈ શકાશે.

ICICI બેંકે આજથી લાગુ કર્યો આ નિયમ, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, જાણો વિગત

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરની દાદાગીરી, દારૂના નશામાં પિતા અને પુત્રને ધોઈ નાખ્યા, જાણો વિગત

IND v WI: આજે પ્રથમ વન ડે, જાણો કેવું રહેશે હવામાન અને કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ